Haji Daud Bajibhai Bhuta [Father of Badrbhai Bhuta / Ayubbhai / Ismailbhai / Ishaq] passed away….. inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [Ra] graveyard at 11pm. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen.

હાલમાં મુસ્લિમ સંપ્રદાયનો અતિ મહત્વનો રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે સમાજનો ગરીબ તબક્કો પણ આ પવિત્ર માસની ઉજવણી સારી રીતે કરી શકે એ આશયથી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ તબક્કાના બિરાદરોને આર્થિક તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરી એક પ્રેરણાદાયી કાર્ય કરી રહેલા છે. જે અંતર્ગત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ શાખાના કાર્યકર્તાઓએ ગામના ગરીબ તબક્કાના આશરે ૧૧૦ જરૂરતમંદોને જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ શાખા સમયાંતરે ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની સરાહનીય કાર્ય કરે છે.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ વહેલી રાત્રીનાઆશરે ૯ થી ૧૦ વચ્ચેના સમયગાળામાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા ગામમાં ચકચાર ફેલાઈ જવા પામ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીઆ ગામે નાનાપાદર ખરીના પાછળ ના ભાગે મકાન ધરાવતા અબ્દુલઅઝીઝ મુસા જેટ કેજે વ્યવસાયે શિક્ષક છે તેમના મકાનમાં તેઓ તરાવીહની નમાજ માટે મસ્જીદેગયા હતા તથા તેમના ફેમિલીના અન્ય સભ્યો તેમના સગાં ને ત્યાં ગયેલાનો લાભ લઇ કોઈ જાણભેદુ ઈસમો દ્વારા બાજુના મકાનદ્વારા ધાબાપર ચઢી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી આશરેએક લાખ રૂપિયા રોકડ તથા ૧૦ તોલા સોનુ લઇ ફરાર થઇગયા હતા. નમાજ બાદ ઘરના ઈસમો ઘરમાં આવી જોતા તેમનાઘરમાં ચોરી થયાની જાણ થતા તેમને પાલેજ પોલીસ નો સંપર્કકરતા પાલેજ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.