સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા આયોજિત વિન્ટર નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ રવિવાર તારીખ ૧૭ માર્ચ ના રોજ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટંકારીઆ ની સાપા ઇલેવન અને ફારૂક ફૂલે ઇલેવન વચ્ચે રમાશે.
સમગ્ર ભરૂચ જિલ્લામાં આકર્ષણ નું કેન્દ્ર રહેલી આ ટુર્નામેન્ટ ના ઓર્ગનિઝર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ ના કાર્યકરો જણાવે છે કે આ ફાઇનલ મેચ નિહારવા માટે આશરે ૧૫ થી ૨૦ હઝાર ક્રિકેટ પ્રેમીઓ પધારશે અને તે માટે ની પૂરતી વ્યવસ્થા ઓર્ગેનિઝરોએ કરી લીધી છે. તો આ ફાઇનલ નિહારવા જિલ્લાની ક્રિકેટ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે.

ગરીબો તથા જરૂરિયાતમંદો માટે હંમેશા મદદરૂપ થનાર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા હમણાં ગામના ગરીબ અને જરૂરતમંદો ને અનાજ તથા તેલ વિગેરે આપી એક ઉમદા સેવા બજાવી છે. અલ્લાહ તે ટ્રસ્ટ ના કાર્યકરોને જરૂરતમંદો ને વધુ ને વધુ મદદરૂપ થવાની તાકાત અને શક્તિ આપે. આમીન. વધુમાં અગર આપ પણ આવા કામમાં સહાય આપવા ઇચ્છુક હોય તો આપ ટ્રસ્ટ નો સંપર્ક સાધી શકો છો.

માંહે રજબ ચાંદ ૬ એટલે કે આજે ખ્વાજાજી ની છઠ્ઠી. સુલતાન એ હિન્દ, આતાએ રસુલ સલ્લલાહો અલૈહે વસલ્લમ નો વાર્ષિક ઉર્ષ ની ઉજવણી આજે ઠેર ઠેર થઇ રહી છે. ટંકારીઆ માં પણ વિવિધ મસ્જિદો માં ગતરોજ ઈશાની નમાજ બાદ ખતમેં યાસીન શરીફ અને ફાતેહાખવાની નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અકીદતમંદોએ શિરકત કરી ફૈઝયાબ થયા હતા.
આપને ઉર્ષ એ ખ્વાજા મુબારક હો.

A big quarter final match played between team KGN and Vagra [Faruk Fule] at Mustufabad cricket ground Tankaria. Team KGN losses the match. There are huge croud came to enjoy that match. Have some pics from ground.