નમાજ અને હુશને અખ્લાક થી અલ્લાહનો અમાન મેળવો : અમીનુદ્દીન કાદરી


ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સોમવારની રાત્રે ટંકારીઆ ના નવયુવાનો દ્વારા જશ્ને ગરીબનવાઝ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિગરાએ સુન્ની દાવતે ઇસ્લામી તથા ખલિફા એ શૈખુલ ઇસ્લામ સૈયદ અમીનુદ્દીન કાદરી સાહેબે તેમના જોશીલા ખિતાબતમાં તમામ હાજરજનોને નમાજ પઢી અલ્લાહ નો કુર્બ હાસિલ કરવાની હિદાયત પર ભાર મુક્ત જણાવ્યું હતું કે અગર ઇન્શાન નમાજ નો પાબંદ બની જાયતો તેને અલ્લાહનો અમાન મળે છે અને જેને અલ્લાહનો અમાન મળે છે તે જ બંને જહાંનોમાં કામિયાબ અને ફતેહમંદ રહે છે. તેમને તેમના ખિતાબતમાં સમાજમાં રહેલા કુરિવાજો અને ગુનાહોને ખત્મ કરવા અને શુદ્ધ અને સુઘડ સમાજ ની રચના કરવા પર ભાર મુક્યો હતો. તેમને હઝરત ગરીબનવાઝ ના જીવનવૃતાંત પર પણ બયાન કરી હાજરજનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે સૈયદ પાટણવાળા બાવા તથા સલીમ હાફેઝી વાંતરસાવાળા , હાફિઝ સાકીર સાપા, કારી ઇમરાન અશરફી [એડવોકેટ ] તથા દારુલ ઉલુમના ઉલેમાઓ તથા બહારથી પધારેલા ઉલેમાઓ રોનકે સ્ટેજ રહ્યા હતા. સમગ્ર પ્રોગ્રામની સફળતા માં બગદાદી ગ્રુપના કાર્યકર્તાઓએ ખડેપગે રહી સેવા આપી હતી જે બિરદાવવા લાયક છે.