હિમાલય રિજન માં ભારે હિમવર્ષા ને પગલે તેની અસર ટંકારીઆ અને આજુબાજુના પંથક માં વર્તાઈ રહી છે. ગુરુવારની વહેલી સવારથીજ ૨૦ કી.મી. ની ઝડપે પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનનો પારો ૫ ડિગ્રી સુધી ગગડી ૨૬ ડિગ્રી જેટલો થઇ ગયો હતો. જેને કારણે ઠંડી વર્તાતા ગુરુવારની રાતથીજ લઘુત્તમ પારો ૧૫ ડિગ્રી જેટલો થઇ જતા ગત રાત્રિથીજ ઠંડીનો ચમકારો વર્તાયો હતો જેનો પ્રભાવ શુક્રવાર ના રોજ પણ વર્તાયો હતો. હવામાન ખાતા અનુસાર આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૨૫ અને લાગુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે.
શુક્રવારની સવારથીજ નગરજનોને ઠંડીનો સામનો કરવો હતો. સંપૂર્ણ દિવસ દરમ્યાન લોકો ગરમ કપડાનો સહારો લેતા જોવા મળ્યા હતા. આ ગુલાબી ઠંડીને લોકો મન ભરીને માણી રહ્યા છે. લોકો ગરમ પીણાં તથા ઉકાળાનો સહારો લઇ ઠંડીને દૂર ભગાવી રહ્યા છે.

એન. આર. આઈ. ભાઈ ઓ ધીમે ધીમે માદરે વતન તરફ આવી રહ્યા છે. વહોરા વોઇસ યુકે ખાતેના મેનેજર ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાળા ગતરોજ ટંકારીઆ ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. તેમની સાથે ર્ડો. આદમસાહેબ ટંકારવી, અય્યુબભાઇ મીયાંજી તથા ઇકબાલભાઇ ધોરીવાળા ગોષ્ટી કરતા નજરે પડે છે. 

Welcome reception of Aziz Tankavi [Editor in Chief of “Gujarat Today” Daily] was held in the presence of poets from Gujarati Writers Guild, UK and other invited guests at Bolton yesterday.

From left Abdul Aziz Zumla, Ahmed Gul, Adam Ghodiwala, Babar Bambusari, Yakub Theba, Siraj Patel Paguthanvi, Aziz Tankarvi, Yacoob Mank, Imtiaz Patel Varediawala.

Community members , leaders , business entrepreneurs participated in a gathering aimed at bringing all individual efforts for a larger benefit of Vohra Samaj and endorsed the importance of VVUK. The event was chaired by honorary guests Azizsaheb Tankarvi and  Yunussaheb Manjara from India.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ ઘોડી રોડ પર આવેલ નવી નગરીમાં વાગરા મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા ની ગ્રાન્ટ માંથી ગટર તથા રસ્તાના જરૂરી વિકાસ કામો સહીત કુલ ૨૧ લાખ ના વિકાસલક્ષી કામોનું ખાતમુર્હુત અરૂણસિંહ રાણા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ એ સ્વાગત ગીત સાથે સમારંભનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ મતવિસ્તારના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા તાલુકાના ભાજપ ના હોદ્દેદારો ઉપરાંત ટંકારીઆ ગામના ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.