ટંકારીઆ માં સાફસફાઈ અભિયાન નો પ્રારંભ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે હાલમાં નવી બોડી એ શાસન ની ધુરા સંભાળતાં ની સાથેજ સૌ પ્રથમ ગામની સાફસફાઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરપંચ તથા ડેપ્યુટી સરપંચ આ કામમાં લગાતાર ધ્યાન આપી ગામની ગટરો ને સ્પેશ્યલ વક્ક્યુમ મશીન બોલાવી વેકક્યુમ પ્રેસ્સર થી ગટરો સાફ કરાવી રહ્યા છે. જેને લીધે મચ્છરો નો ઉપદ્રવ પણ થતો અટકશે. તથા પંચાયત ફોગીંગ મશીન પણ વિકસાવવાનું વિચારી રહી છે જે સમગ્ર ગામ માં ફોગીંગ દ્વારા મચ્છરો ની ઉત્પત્તિ થતા રોકશે અને મચ્છરો નો નાશ કરવાની કોશિશ કરશે. આ થકી ગામમાં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે.

મૂળ ટંકારીઆ અને વાગરા મુકામે સ્થાયી થયેલા પ્રાથમિક શિક્ષક મેહબૂબભાઇ સુલેમાન દેગમાસ્ટર [ઇલ્યાસ દેગ માસ્ટર ના ભાઈ]  ને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ પદે નિયુક્ત કર્યા છે. જે બદલ સમગ્ર ટંકારીઆ ગામ વતી અમો શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ સંચાલિત ક્રિકેટ તથા ફૂટબોલ ના સફળ સંચાલન બાદ રાત્રી વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેની ફાઇનલ મેચ ગતરોજ અંકલેશ્વર નીરવ અને અંકલેશ્વર યોગેશ વચ્ચે રમાઈ હતી જેમાં અંકલેશ્વર નીરવનો ભવ્ય વિજય થયો હતો.
ફાઇનલ ના અંતે ટ્રોફી વિતરણ સમારંભ યોજાયો હતો. ટંકારીઆ ગામના નેતાઓ, ગામના નવયુવાનો, વડીલો તથા આજુબાજુના ગામના વોલીબોલ પ્રેમીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ નું સફળ સંચાલન અનીશ જંઘારીયા તથા ઝાકીર હાજી બોખા એ કર્યું હતું. ફાઇનલ ટ્રોફી વિતરણ સમારંભનું સંચાલન અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.

આજે ભરૂચ તાલુકા અશ્વ સ્પર્ધાનું આયોજન અડોલ ગામ પાસે કરવામાં આવ્યું હતું. તાલુકાના અશ્વ પાલકો અને અશ્વ સવારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આજે સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા પંચાયત ના સભ્યોના અથાગ પ્રયાસોથી ટંકારીઆ ગેટ પાસે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અલ્લાહ તઆલા તેમને સમગ્ર ગામને સ્વચ્છ રાખવાની તૌફીક આપે. આમીન.