1 2 3 85

ટંકારિયા તથા સમગ્ર પંથક માં શીત લહેર જારી હજી પણ કાતિલ ઠંડી પડવાની આગાહી. ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઇ રહી છે. જેના પગલે ઉત્તર પૂર્વીય તરફથી ફૂંકતા ઠંડા અને બર્ફીલા પવનને કારણે ટંકારિયા તથા સમગ્ર પંથક ઠંડી માં ઠુંનથ્વાઈ જવા પામ્યું છે. ઠંડી નો પારો સતત 9 સે. ની નીચે જ રહ્યો છે. આવતા બીજા બે ત્રણ દિવસો સુધી પણ આજ ઠંડી યથાવત રહેશે અથવા વધશે એમ હવામાન ખાતા એ આગાહી કરી છે. ઝુપદાઓમાં રહેતા શ્રમિક અને ગરીબ વર્ગ ઠુંન્થ્વાઈ રહ્યો છે. અને ઠંડી થી બચવા તાપણા કરી ઠંડી નો સામનો કરી રહ્યા છે. સવારે બઝાર માં પણ પાંખી હાજરી દેખાઈ રહી છે.

ગામમાં હાઇ સ્કૂલના નવા મકાનના ઉદ્દઘાટન નિમિત્તે ૧૮મી જાન્યુઆરીની રાત્રે યોજાનાર ભવ્ય અને યાદગાર મુશાયરાનું માહોલ અત્યારથી જામતું જાય છે ત્યારે એમાં ઉમેરો કરવા નવેમ્બર ૨૦૧૪માં અહીં બ્લૅકબર્ન અને પ્રેસ્ટન ખાતે યોજાયેલા ગુજરાતી મુશાયરાઓમાં ટંકારીઆના નવોદિત કવિ ‘સાદિક’ ઉઘરાદાર અને ‘મહેક’ ટંકારવીએ મુશાયરામાં રજૂ કરેલી રચનાઓનો આસ્વાદ આપ અહીં માણી શકો છો:

‘સાદિક’ ઉઘરાદાર

‘મહેક’ ટંકારવી

1 2 3 85