ટંકારીઆની સફળ વેબસાઈટના એડમિનોની ૧૮ વર્ષો પછી ઐતિહાસિક મુલાકાત: ભાવુક મહેફિલો અને જૂની યાદોનું પુનર્મિલન.

Matin Manman, Mustak Daula, Nasirhusen Lotiya, Shakil Bha, Zakir Umta (Tankaria)

અબ્દુલભાઇ કામઠી, શકીલભાઇ ભા, મુસ્તાકભાઇ દોલા, નાસીરભાઇ લોટીયા, ઝાકીરભાઈ ઉમતા
મક્કામાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા મતીન ડૉ. બશીર મનમનના સાત મહિના પહેલાં જીદ્દાહમાં થયેલા ડાબા પગના પ્રથમ ઓપરેશન બાદ હાલમાં એ જ પગના ફરીથી બીજા ઓપરેશન માટે તેઓ ભારત આવ્યા હતા; બીજા ઓપરેશન બાદ તેઓ બેડ રેસ્ટ પર હતા. આ જ સમય દરમિયાન અમેરિકાથી શકીલ ભા પણ પોતાના માતૃગામ ટંકારીઆની મુલાકાતે આવ્યા, જ્યાં તેઓ પોતાના નવા નિર્માણાધીન મકાનના કામની દેખરેખ પણ રાખી રહ્યા છે.
આ બંનેની હાજરીમાં એક અદ્ભુત સંયોગ ઘટ્યો – ટંકારીઆ ગામની બે વેબસાઈટના શરૂઆતથી ઘણી લાંબી સફરના સાક્ષી રહેલા ચાર એડમિન મુસ્તાક દૌલા, શકીલ ભા, નાસીરહુસેન લોટીયા અને મતીન મનમન બરાબર ૧૮ વર્ષો પછી પહેલીવાર અને તે પણ માતૃગામ ટંકારીઆમાં એકસાથે ભેગા થયા! મતીન મનમનના ઘરે રાત્રે જામેલી કેટલીક મેહફિલો અને અન્ય કાર્યક્રમોમાં એક સાથે હાજરી આપવાનો મોકો મળતાં જૂના દિવસોની વાતો ખીલી ઉઠી. માજી સરપંચ ઝાકીર ઉમતા પણ મહેફિલોમાં સતત જોડાયા. વેબસાઈટના પ્રારંભિક દિવસોની યાદો તાજી થઈ – જ્યારે દરરોજ સવારે આઈડિયાના એક દિવસના ૦૫ રૂપિયાના પ્લાનનું રીચાર્જ કરાવી, પાદર અશરફી ઝેરોક્ષની ઓફિસમાં બેસીને ન્યૂઝ અને બે-ચાર ફોટો અપલોડ કરવા કલાકોની રાહ જોવી પડતી હતી. આજના AI યુગ અને ઈન્ટરનેટની ૪૦-૧૦૦ MBPS ની સ્પીડની વાતો સાથે બધાએ આ યાત્રાને વાગોળી અને હસતાં-ખડખડાતાં જૂની મધુર યાદોને ફરી જીવંત કરી.
મતીન મનમન મક્કા શરીફના હરમ (મસ્જિદ અલ-હરમ)ના વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટમાં સક્રિયપણે “પ્રોજેક્ટ એન્જિનિયર” તરીકે મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ હરમ શરીફના વિકાસના સાક્ષી છે. આથી હરમ શરીફ, પવિત્ર મક્કા શહેર અને સાઉદી અરેબિયામાં થઈ રહેલા વિશાળ વિકાસ કાર્યો વિશે ઘણી રસપ્રદ અને માહિતીપ્રદ ચર્ચા થઈ. મુસ્તાક દૌલા, શકીલ ભા અને ઝાકીર ઉમટાએ એમની ઉમરહ અને હજની સફરો દરમિયાન મતીન સાથેની મક્કા અને જીદ્દાહની મધુર યાદો તાજી કરી.
નાસીરહુસેન લોટીયા અને મતીન મનમન એ ૨૧મી સદીના પ્રથમ અને બીજા દાયકામાં દોહા (કતાર)ના નવા બનેલા હમદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જીદ્દાહ (સાઉદી અરેબિયા)ના નવા બનેલા કિંગ અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા વિશ્વસ્તરના આઇકોનિક પ્રોજેક્ટ્સમાં શરૂઆતથી અંત સુધી સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેઓને જીદ્દાહમાં નવા નિર્માણાધીન દુનિયાના સૌથી ઉંચા “Jeddah Tower”(1000 meter ઉંચાઇ/ also known as the “Kingdom Tower”) ના ફાઉન્ડેશન બીમના કામોનું ઇન્સ્પેકશન કરવાનો અદભુત મોકો પણ મળ્યો. ઘણા વર્ષો સુધી એક સાથે રહેવાના અને સાઉદી અરેબિયાના “Healthy food” નો આનંદ માણવાના અનુભવો, તે સમયની ઘણી રસપ્રદ ઘટનાઓ અને કાર્યક્રમો વિશે પણ હૃદયસ્પર્શી વાતો થઈ.
આવી અનેક મધુર યાદો પૈકીની હાલમાં ફોટોના રૂપમાં ઉપલબ્ધ છે એવી હાથવગી થોડી ઝાંખી ટંકારીઆ વેબસાઈટના વાચકો સાથે શેર કરવાનું મન થયું. જૂની મિત્રતા, સંઘર્ષના દિવસો અને આજની સફળતાની આ ક્ષણો ખરેખર અમૂલ્ય છે!
Matin Dr Bashir Manman, who suffered a serious accident in Makkah, has come to India for his second operation of his left leg after the first operation in Jeddah seven months ago, and was on bed rest. During this time, Shakil Bha from America also visited his native village, Tankaria, where he is also supervising the work on his new under-construction house.
A wonderful coincidence occurred in the presence of these two – the four admins, Mustaq Daula, Shakil Bha, Nasirhusen Lotiya, and Matin Manman, who had witnessed the journey of the two Tankaria village websites, came together for the first time after exactly 18 years, and that too in Motherland Tankaria! The chance to go to a few evening gatherings at Matin Manman’s house and other social events helped the stories of the past grow. Former sarpanch Zakir Umta also regularly joined evening gatherings. Memories of the early days of the website came alive – when every morning after recharging Idea’s Rs 05 a day plan, we would sit in Ashrafi Xerox’s office in padar and wait for hours to upload news and a couple of photos. With today’s AI era and talk of internet speeds of 40-100 MBPS, everyone enjoyed the journey and relived the old sweet memories with a smile.
Matin Manman is currently holding the important responsibility of “Project Engineer” in the Makkah Haram Sharif project. He witnessed the development of Haram Sharif. This led to a very interesting and informative discussion about the Haram Sharif, the Holy City of Makkah, and the extensive development projects underway in Saudi Arabia. Mustak Daula, Shakil Bha, and Zakir Umta recalled sweet memories of Makkah and Jeddah with Matin during their Umrah and Hajj trips.
In addition, Nasirhusen Lotiya and Matin Manman worked together from start to finish on both the new airport projects of Doha (Qatar) and Jeddah in the first and second decades of the 21st century. During this period, they had a remarkable opportunity to inspect the foundation beam works of the “Jeddah Tower”, which, at 1,000 metres, is the tallest building in the world and is also referred to as the “Kingdom Tower”, currently under construction in Jeddah. There were also heart-warming talks about the experiences of living together for many years and enjoying the “healthy food” of Saudi Arabia, and many interesting events of that time.
We have many sweet memories available in the form of photos, and we felt like sharing a few glimpses with the readers of the Tankaria website. These moments of old friendships, days of struggle, and today’s success are truly priceless.


વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના કાર્યક્રમમાં

વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના કાર્યક્રમમાં


Shakil Bha, Zakir Umta, Nasirhusen Lotiya, Mustak Daula

હજ ૨૦૨૫ દરમિયાન જીદ્દાહમાં મતીનના ઘેર મતીન મનમન, સિરાજ ઘંટીવાલા, ઝાકીર ઉમતા

મક્કામાં ઉમરહની સફર દરમિયાન શકીલ ભા, ઇબ્રાહીમસાહેબ મનમન, મતીન મનમન

ઉમરહ પછી મક્કામાં શકીલ ભા અને મતીન મનમન

કારકિર્દી માર્ગદર્શન: (૧૨/૦૧/૨૦૨૬ની આવૃત્તિ)
——————————————————-
દુનિયાને તજુર્બાતો હવાદિસ કી શકલ મૈં
જો કુછ મુજ્હે દિયા હય વહ લૌટા રહા હું મૈં
– સાહિર લુધ્યાન્વી
કારકિર્દી માર્ગદર્શન – નાસીરહુસેન લોટીયા (pdf ફાઇલ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો)

King Abdulaziz International Airport – Jeddah (Saudi Arabia). જીદ્દાહ નું નવું બનેલું Passenger Terminal
“Yes, We Can”
હું – નાસીરહુસેન લોટીયા – ૨૦૦૭ થી ટંકારીઆ ગામની વેબસાઈટના https://www.mytankaria.com/people/career-guidance પેજના માધ્યમથી કેટલાક પ્રયાસો સતત કરી રહ્યો છું; જેના સારા પરિણામો પણ જોઈ રહ્યો છું. આ પરિણામોએ મારી હિંમતમાં વધારો કર્યો છે; અને તેથી જ કેટલાક મહિનાઓના અથાક પરિશ્રમ સાથે મેં કારકિર્દી માર્ગદર્શન સંબંધિત પાંચ મહત્વના પુસ્તકોની રચના કરી છે. (આ પુસ્તકોની યાદી નીચે આપી છે.) આ પુસ્તકો પૈકી એક-બે પુસ્તકો સમાજ સેવાના મુખ્ય ધ્યેય સાથે કાર્યરત સંસ્થાઓની આર્થિક સહાયથી ટૂંક સમયમાં જ તમારા હાથોમાં હશે. આ પુસ્તકો તમારા હાથમાં આવે એ પહેલાં આ પેજની તમારી મુલાકાત એક પૂર્વભૂમિકાનું કામ કરી તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે એ પણ એક આશય છે. આ પુસ્તકો દ્વારા તમારા જેવા અનેક યુવાનોને તેમના સપનાં સુધી પહોંચવામાં મદદ કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન થઇ રહ્યો છે. નવા ઈજનેરો અને તેમના વાલીઓ સાથેની મુલાકાત દરમિયાન “નોકરી મળતી નથી” એવી એક કોમન ફરિયાદ હંમેશા સાંભળવા મળે છે. હા, મારી જાણમાં છે એવા ટંકારીઆ ગામના ૦૫ યુવાનોએ મારી સલાહ પર બરાબર ધ્યાન આપ્યું અને એ દિશામાં આગળ વધી અલ્લાહની મદદથી ખૂબ ઉંચા શિખરો શર કર્યા. મને પૂર્ણ વિશ્વાસ છે કે અનુભવના આધારે તૈયાર થયેલા આ નવા 05 પુસ્તકો સમગ્ર સમાજના અનેક યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ કારકિર્દીના માર્ગે આગળ વધવા માંગતા લોકો માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થશે. ટૂંક સમયમાં જ આ પુસ્તકો પ્રકાશિત થશે!
કારકિર્દી માર્ગદર્શન તા. ૧૨/૦૧/૨૦૨૬ ની આ આવૃત્તિમાં એક નવીન પ્રયોગના ભાગરૂપે હાલમાં mytankaria.com વેબસાઈટના એડમિનોની ચર્ચામાં આવેલા ગલ્ફના દેશોના કેટલાક મેગા પ્રોજેક્ટ્સના પ્રભાવશાળી ફોટા ખાસ ઉદ્દેશ સાથે નીચે શેર કરવામાં આવ્યા છે, જેમાં આ ભવ્ય ઇમારતોનું નિર્માણ-કૌશલ્ય, આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક સ્તરની કામગીરી અને સેફ્ટી સ્પષ્ટ દેખાય છે. ગલ્ફના દેશોમાં ઉપલબ્ધ સોનેરી તકો અને આકર્ષક સુવિધાઓ જેમ કે ઉચ્ચ પગાર, ટેક્સ-ફ્રી આવક, આધુનિક જીવનશૈલી, સુરક્ષિત વાતાવરણ, ધાર્મિક સ્વતંત્રતા, આંતરરાષ્ટ્રીય અનુભવ અને કરિયરની ખૂબ ઝડપી વૃદ્ધિ નોકરી શોધી રહેલા ગરીબ અને અમીર કુટુંબોના બધા યુવાનોને ગલ્ફના દેશોમાં નોકરી માટે આકર્ષિત કરશે જ્યાં ખૂબ મામૂલી રકમનો ખર્ચ કરી ખૂબ સારા પગારની નોકરી મેળવી શકાય છે.
નાસીરહુસેન લોટીયા અને મતીન મનમને ૨૧મી સદીના પ્રથમ અને બીજા દાયકામાં દોહા (કતાર)ના નવા બનેલા હમદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જીદ્દાહ (સાઉદી અરેબિયા)ના નવા બનેલા કિંગ અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા વિશ્વસ્તરના આઇકોનિક પ્રોજેક્ટ્સમાં શરૂઆતથી અંત સુધી સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત, નાસીરહુસેન લોટીયાએ સાઉદી અરામ્કો રિફાઇનરીની સાથે જોડાયેલ Petro Rabigh પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સમાં QC ઇજનેર તરીકે મહત્વની ભૂમિકા નિભાવી હતી. હાલમાં મતીન મનમન મક્કા શરીફના હરમ (મસ્જિદ અલ-હરમ)ના વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટમાં સક્રિયપણે કાર્યરત છે – જે વિશ્વના સૌથી મોટા અને સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાંનું એક છે. મારા તમારા જેવા ગામના લોકોના મેગા પ્રોજેક્ટના આ ફોટા નવા ઈજનેરોની લઘુતાગ્રંથી દૂર કરવામાં અને ગલ્ફના દેશો વિશેની ખોટી માન્યતાઓ દૂર કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
નવા ઇજનેરો સાથેની વાતચીતથી મારી સમજમાં આવ્યું છે કે મોટાભાગના યુવા ઇજનેરો લઘુતાગ્રંથીને કારણે આજે પણ પોતાની પ્રતિભાને ઓછી આંકી માત્ર પરંપરાગત ક્ષેત્રો કે ગુજરાતની મર્યાદિત તકો સુધી જ સીમિત રાખે છે, જ્યાં રોજગારીની શક્યતાઓ દિવસેને દિવસે ઘટતી જાય છે. પરંતુ અહીં નીચે આપેલા દૃશ્યો દર્શાવે છે કે વૈશ્વિક મંચ પર અસંખ્ય ઉજ્જવળ, આકર્ષક અને સફળતાની તકો રાહ જુએ છે! અહીં નીચે આપેલા ફોટા, નોકરીમાં વિશ્વભરના દેશોના લોકો જેઓ ગલ્ફના દેશોમાં એક જ પ્રોજેક્ટ પર જે રીતે ભેગા મળી, હળવા વાતારણમાં, સલામતીના ઉચ્ચ માનકો સાથે કામ કરતા હોય છે તેના વાસ્તવિક અનુભવો દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે કેટલી અસંખ્ય, આકર્ષક અને ઉજ્જવળ કરિયરની તકો રાહ જોઈ રહી છે! આ દૃશ્યો દ્વારા સમાજના યુવાનોની વિચારસરણીમાં સકારાત્મક બદલાવ આવે, ગલ્ફના દેશોમાં ખાનગી ઘરોમાં નોકરી કરતા લોકોના બે-ચાર વાયરલ થયેલા કિસ્સાઓના કારણે આખા ગલ્ફમાં પરદેશીઓ સાથે આવો વ્યવહાર થતો હશે એવી ગલ્ફમાં નોકરીઓ સાથે જોડાયેલી તદ્દન ખોટી ધારણાઓ અને નકારાત્મક માન્યતાઓ દૂર થાય અને વૈશ્વિક મંચ પર નવા ઇજનેરો પોતાની પ્રતિભાને ચમકાવવાની તક ઝડપે એવી આશા છે.
જીવન એ એક રોમાંચક સફર છે, જેમાં દરેક પગલું નવી શક્યતાઓ, તકો અને આશ્ચર્યો લઈને આવે છે. આ સફરનું એક મોટું રહસ્ય એ છે કે તે ક્યારેય એકસરખી નથી રહેતી; ક્યારેક તે શાંત નદીની જેમ વહે છે, જે આરામ અને આત્મનિરીક્ષણની ક્ષણો આપે છે, તો ક્યારેક ઉબડખાબડ પહાડી રસ્તાઓની જેમ પડકારો લાવે છે, જે આપણને હિંમત અને સ્થિરતા શીખવે છે. આ રહસ્યોની સુંદરતા એ છે કે તે આપણને દરેક અનુભવમાંથી નિતનવું શીખવા પ્રેરે છે. આજના ઝડપથી આગળ વધતા યુગમાં, કારકિર્દીની પસંદગી એ તમારા જીવનનો સૌથી મહત્વનો વળાંક છે – જે તમારા ભવિષ્યને સંપૂર્ણપણે નવો આકાર આપી શકે છે. આજના અત્યંત સ્પર્ધાત્મક વિશ્વમાં, કેટલીક કઠીન અને વિપરીત પરિસ્થિતિઓ સામે જે લોકો અડગ આત્મવિશ્વાસ, અથાક પરિશ્રમ અને નવીન ક્ષેત્રોમાં નિર્ભયતાપૂર્વક પગ મૂકવાની હિંમત ધરાવે છે, તેઓ જ સફળતાના નવા-નવા શિખરો સર કરી ઘણું બધું મેળવે છે. બીજી તરફ, જેઓ પોતાને માત્ર પરંપરાગત ક્ષેત્રોમાં જ સીમિત રાખે છે, તેઓ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અસંખ્ય આકર્ષક અને રોજગારીની ઉજ્જવળ તકોનો મોટો હિસ્સો ગુમાવી બેસે છે.
તમારા સપનાંને વાસ્તવિકતામાં બદલવા માટે યોગ્ય માર્ગદર્શન, સ્પષ્ટ દિશા અને અવિરત મહેનત અનિવાર્ય છે. દરેક નિર્ણય અને દરેક પ્રયાસ તમને તમારી આંતરિક શક્તિઓને ઊંડાણથી સમજવામાં મદદ કરે છે અને જીવનમાં ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો કરે છે.
કારકિર્દી માર્ગદર્શન: વર્ષ ૨૦૨૬ માટેના મારા ૦૫ નવા પુસ્તકોની યાદી નીચે મુજબ છે:
1. કારકિર્દી માર્ગદર્શન: તમારી સફળતાનો પાયો (2026)
2. ઇન્ટરવ્યૂની કળા: પ્રશ્નો, જવાબો અને સફળતાની ચાવી (2026) – ૩૦+ વ્યવસાયો માટે વિશેષ
3. Career Guidance: Building your path to success (2026)
4. Ultrasonic Testing (UT): Principles & Professional Applications (2026)
5. Magnetic Particle Testing (MT): Complete Guide for Excellence (2026)
ટેકનીકલ પુસ્તકો અને ડિજિટલ મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવાનો આ પ્રયત્ન યુવાનોના ભવિષ્યને દિશા આપશે એવી આશા સાથે…
વાતચીતમાં હું ઘણીવાર “બોલે તેના બોર વેચાય” ની પ્રખ્યાત પંક્તિ પછી વાતચીતની દેશી ભાષાની મારી એક નવી પંક્તિનો એમાં ઉમેરો કરું છું: “શરમાય તેના બોર કરમાય.” આવો, આપણે સાથે મળીને નવી દિશા તરફ આગળ વધીએ – કારણ કે સફળતાની સીમાઓ હવે ગુજરાત કે ભારત સુધી જ નથી રહી, તે વિશ્વના દરેક ખૂણે ગલ્ફના દેશો ઉપરાંત આફ્રિકા, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ઘણી ફેલાયેલી છે!
તમારી સફળતા માટે શુભેચ્છા!
નાસીરહુસેન લોટીયા.

Nasirhusen Lotiya, Matin Manman, and Gelin (from France) at the initial phase of the newly constructed airport in Doha, Qatar, for soil testing. (Hamad International Airport)

Gelin (from France), Nasirhusen Lotiya and Matin Manman,

ઉપરના ફોટોમાં Nasirhusen Lotiya (QA-QC Manager) અને Matin Manman (QA-QC Engineer) જીદ્દાહના નવા એરપોર્ટના main roof ની ઉપરના Steel Structure નું Final Inspection કરતાં નજરે પડે છે.

Matin Manman conducting roof inspection of the Cargo Terminal
Hamad International Airport – Doha, Qatar

મતીન મનમન દોહા એરપોર્ટના કાર્ગો ટર્મિનલ બિલ્ડીંગમાં Third Party Inspector સાથે ઇન્સ્પેકશન કરી રહ્યા છે.

મતીન મનમન જુદી જુદી બોલ્ટ સાઈઝ માટે “Calibrated wrench Method” માટે જરૂરી ટેસ્ટીંગ કરી રહ્યા છે.

Nasirhusen Lotiya અને Matin Manman કાર્ગો ટર્મિનલ સાઈટ ઇન્સ્પેકશન દરમિયાન

Nasirhusen Lotiya and Matin Manman at Doha, Qatar Airport

નાસીરહુસેન લોટીયા દોહા (કતાર) એરપોર્ટ પ્રોજેક્ટની કુલ 14 Buildings માટે Lead Structural QC Engineer તરીકેની ફરજ દરમિયાન કાર્ગો ટર્મિનલની સાઈટ ઓફિસમાં

Doha (Qatar) Cargo Terminal: airside to landside and landside to airside “Automated Control”
The term “Automated Control” refers to the systems and technologies implemented at the Doha Cargo Terminal to manage and streamline the movement of cargo between airside and landside operations efficiently. This automation enhances operational efficiency, reduces the potential for human error, and improves overall logistics management.

Air Traffic Control Tower


Aircraft Maintenance Hangers (Emiri Hangars A & B)

એરપોર્ટ કર્મચારીઓ માટેની મસ્જિદ. પ્રોજેક્ટમાં કામ ચાલુ હોય ત્યારે પણ દરેક વિસ્તારમાં બનાવેલા prayer room/prayer area અથવા ઓફિસમાં પણ નમાઝ અદા કરી શકાય છે.

નાસીરહુસેન લોટીયા “Welding Procedure Qualification”, “Welding Procedure Specification”, માટે જરૂરી Bend Test, Radiography Test, Ultrasonic Test માટે “Third Party Inspector” સાથે “Inspection and Test Plan” મુજબ, “Hold Point” ઇન્સ્પેકશન attend કરી રહ્યા છે.

Villaggio Mall (Doha, Qatar) સહકર્મચારીઓ સાથે નાસીરહુસેન ડીનરના સમયે

નાસીરહુસેન લોટીયા અને મતીન મનમન સહકર્મચારીઓ સાથે ડીનરના સમયે.

નાસીરહુસેન લોટીયા અને મતીન મનમન સહકર્મચારીઓ સાથે.

નાસીરહુસેન લોટીયા Aircraft Maintenance Hangers (Emiri Hangars A & B) ના “Inspection and Test Plan” ના “Hold Point” મુજબ ઇન્સ્પેકશન attend કરી રહ્યા છે.

નાસીરહુસેન લોટીયા Aircraft Maintenance Hangers (Emiri Hangars A & B) ના “Inspection and Test Plan” ના “Hold Point” મુજબ ઇન્સ્પેકશન attend કરી રહ્યા છે.

નાસીરહુસેન લોટીયા દોહા (કતાર) એરપોર્ટ પ્રોજેક્ટમાં QC Manager Alexandros Marinopoulos (from Greece) સાથે. Weekly meeting પછી Brunch.

Doha (Qatar) Cargo Terminal: airside to landside and landside to airside – “Automated Control”

નાસીરહુસેન લોટીયા કાર્ગો ટર્મિનલના Roof પર ઇન્સ્પેકશન માટે. સેફટી બેલ્ટ, હેલ્મેટ, સેફટી જેકેટ, સેફટી ગ્લાસ અને સેફટીને લગતા બધા જ નિયમો બધા જ કર્મચારીઓને એક સરખી રીતે લાગુ પડે છે.

સુપરવાઈઝર અને તેની ઉપરના હોદ્દો ધરાવતા કર્મચારીઓ કોઈ પણ ઈમરજન્સીમાં અથવા કોઈ પણ જરૂરી મેસેજ બધાને સમય ગુમાવ્યા વિના પાસ કરી શકે એ માટે તેમને વોકીટોકી સેટ આપવામાં આવે છે.

Doha (Qatar) Cargo Terminal: airside to landside and landside to airside – “Automated Control”

Cargo Agent Building and Air Traffic Control Tower under Construction. (Initial Stage)

Cargo Terminal Assignment Area Initial construction stage

Air Traffic Control Tower. Initial Construction stage.

Nasirhusen Lotiya. Fire Safety Inspection.

નાસીરહુસેન લોટીયા અને મતીન મનમનના મિત્ર QC Engineer અબ્દુલ રેહમાન સાથે નાસીરહુસેન લોટીયા (ડીનરના સમયે)

નાસીરહુસેન લોટીયા કાર્ગો ટર્મિનલને બિલકુલ અડીને આવેલા સ્ટાફ પાર્કિંગ એરિયામાં. કોઇ પણ ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ આવે એ પહેલાં પણ લાયસન્સ ધરાવતા કોઈ પણ કર્મચારી પોતાના પ્રાયવેટ વ્હીકલમાં બીજા કર્મચારીને એમ્બ્યુલન્સ રૂટનો ઉપયોગ કરી સારવાર માટે લઇ જઇ શકે એ માટે સાઈટની બિલકુલ નજીક ખાસ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.

નાસીરહુસેન: Qatar King Family ની એરપોર્ટ Visit ના સમયે ખાસ બનાવેલ “Information Desk”

Nasirhusen Lotiya with Project Director (Project Head) Nicholas Regas at Doha (Qatar) Airport Project

નાસીરહુસેન લોટીયા દોહા (કતાર) એરપોર્ટ પ્રોજેક્ટમાં Project Director (Project Head) Nicholas Regas સાથે

Nasirhusen Lotiya with Project Director (Project Head) Nicholas Regas at Doha (Qatar) Airport Project

નાસીરહુસેન લોટીયા દોહા (કતાર) એરપોર્ટ પ્રોજેક્ટમાં QC Manager Alexandros Marinopoulos (from Greece) સાથે.


Third Party inspector “Magnetic Particle Testing” કરી રહ્યા છે; મતીન મનમન QC Engineer તરીકે “Inspection and Test Plan” મુજબ,”Witness” ઇન્સ્પેકશન attend કરી રહ્યા છે.

કિંગ અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ – જીદ્દાહ (સાઉદી અરેબિયા) – પેસેન્જર ટર્મિનલ

કિંગ અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ – જીદ્દાહ (સાઉદી અરેબિયા)

King Abdulaziz International Airport – Jeddah (Saudi Arabia)

Nasirhusen (Dinner Time)

QA Manager Dana Marco Littlefield ( – અમેરિકાના નાગરિક, ડાબી બાજુથી પહેલો સ્મિતવાળો ચહેરો) સાથે Nasirhusen Lotiya – Aircraft Maintenance Hangers ની સાઇટ ઓફીસમાં મીટીંગ દરમિયાન હળવા મૂડમાં.

નાસીરહુસેન લોટીયા (Lead Structural QC Engineer) Doha Qatar Airport પ્રોજેક્ટમાં QA Manager (from USA), QC Manager (from Greece), Deputy QC Manager, Construction Manager (from UK), Site Manager (from Cyprus), QA Engineer સાથે Weekly Meeting પછી Brunch ના સમયે.
(Brunch: “breakfast” + “lunch” ના પોર્ટમેન્ટો (બે શબ્દોને જોડીને બનાવેલો નવો શબ્દ) છે.)


નાસીરહુસેન લોટીયા “Welding Procedure Qualification”, “Welding Procedure Specification”, માટે જરૂરી Bend Test, Radiography Test, Ultrasonic Test, માટે Third Party Inspector સાથે “Inspection and Test Plan” મુજબ, “Hold Point” ઇન્સ્પેકશન attend કરી રહ્યા છે.

મતીન મનમન મક્કા શરીફના હરમ (મસ્જિદ અલ-હરમ)ના વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટની સાઈટ ઓફિસમાં

નાસીરહુસેન લોટીયા Petro Rabigh,
Petrochemical company of Saudi Arabia (Saudi Aramco Refinery) માં QC Engineer તરીકે સાઇટ ઓફિસમાં Inspection Request Form (IRF) ચેક કરી રહ્યા છે.

નાસીરહુસેન લોટીયા Petro Rabigh,
Petrochemical company of Saudi Arabia (Saudi Aramco Refinery) માં QC Engineer તરીકે સાઇટ ઇન્સ્પેકશન દરમિયાન

નાસીરહુસેન લોટીયા Petro Rabigh
Petrochemical company of Saudi Arabia (Saudi Aramco) માં “Certified/Authorised ASNT Inspector” તરીકે રિફાયનરીના સૌથી અગત્યના pressure vessel – “Reactor” નું ઇસ્ટોલેશન ઇન્સ્પેકશન કરી રહ્યા છે.

નાસીરહુસેન. દોહા (કતાર) પેસેન્જર ટર્મિનલ

Mustakbhai Diwari, Nasirhusen Lotiya and Abdulbhai Bapuji at Doha Qatar Passenger Terminal

Matin Manman, Mustakbhai Diwari, and Abdulbhai Bapuji at Doha Qatar Airport

Best Farewell Party by Colleagues at New Doha International Airport (NDIA), Doha, Qatar)

જીદ્દાહ જતી વખતે નાસીરહુસેન લોટીયાની QA Engineer સાથેની છેલ્લી મુલાકાત

નાસીરહુસેન લોટીયા દોહા (કતાર) એરપોર્ટ પ્રોજેક્ટના QC Manager Late Mr. Alexandros Marinopoulos (from Greece) સાથેની છેલ્લી મુલાકાત વખતે.

Nasirhusen Lotiya with QA Manager Late Mr. Dana Marco Littlefield (from USA) at Doha Airport Site Office. Last Meeting at New Doha International Airport. (NDIA- now known as Hamad International Airport, Doha, Qatar).

નાસીરહુસેન લોટીયા દોહા એરપોર્ટનું કામ પૂરું કરી જીદ્દાહ એરપોર્ટ પ્રોજેક્ટમાં QA-QC મેનેજર તરીકેની જવાબદારી નિભાવવા માટે રવાના થયા ત્યારે દોહા એરપોર્ટ પ્રોજેક્ટના QA Manager
Late ડાના માર્કો લિટલફિલ્ડ (યુએસએ નિવાસી) સાથેની છેલ્લી મુલાકાતના સમયે.
દોહા કતાર એરપોર્ટ પ્રોજેક્ટ પૂરો થતાં જ મને જીદ્દાહમાં બની રહેલા નવા King Abdulaziz International Airport (KAIA) એરપોર્ટ પ્રોજેક્ટમાં QA-QC Manager તરીકેની જોબ ઓફર મળતાં હું દોહા કતારથી જીદ્દાહ (સાઉદી અરેબિયા) જવા રવાના થયો તે પ્રસંગના ઉપરના ૦૫ ફોટો વર્ષો પછી જયારે મેં Jauary 2026 માં જોયા ત્યારે મારી આંખો ભીની થઇ હતી.
As soon as the Doha, Qatar, airport project was completed, I received a job offer as QA-QC Manager for the new airport project in Jeddah. Consequently, I set off from Doha, Qatar, to Jeddah (Saudi Arabia). When I looked at the last five photographs from that occasion years later, my eyes welled up with tears.
તમારી સફળતા માટે શુભેચ્છા!
TANKARIA WEATHER