ટંકારીયા સ્થિત હજરત સૈયદ હાશિમશાહ (રહ.)ના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંપન્ન કરાઇ…

ભરૂચના ટંકારીયા સ્થિત સુપ્રસિધ્ધ હજરત સૈયદ હાશિમશાહ (રહ.)ના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.  તેમજ સૈયદ અહમદઅલી પાટણવાળા બાવા તથા ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ ૨૭ મી રજજબના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે. સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.
સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. પાટણવાળા બાવા સાહેબ તેમજ અન્ય સૈયદ સાદાતોએ દરગાહ  શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી. સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડયા હતા.
મગરીબની નમાજ બાદ ડેલાવાલા નવયુવાન કમિટી દ્વારા સામુહિક ન્યાજ પણ રાખવામાં આવી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*