જાહેર આભાર
આપણા ગામના ઉસ્માનગની મોહમ્મદ કડિયા કે જેઓને હાલમાં હાર્ટની નસો બ્લોક થઇ જવાને કારણે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેના ખર્ચ માટે મદદની જાહેર અપીલ કરવામાં આવી હતી, તો તેઓને સુખદ રીતે આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તેમના માટે કુલ ૧,૩૦,૦૦૦/- જેટલી રકમ આપ લોકોના સહકારથી ભેગી કરવામાં આવી હતી. તો જે લોકોએ મદદ કરી છે તેઓનો આભાર તેમના કુટુંબના સભ્યો વ્યક્ત કરે છે.
આ થકી અમો પણ આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. અલ્લાહ પાક આપ સૌને એનો બેહતરીન બદલો બંને જહાંનોમાં અતા ફરમાવે એવી દુઆ ગુજારીએ છીએ.
Leave a Reply