એમ.એ. એમ. હાઈસ્કૂલ ટંકારિયામાં ના’તશરીફ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો
આજ રોજ તારીખ ૧૨/૦૭/૨૦૨૫ ને શનિવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆના મદની હોલમાં હઝરત ઈમામ હસન હુસૈન રદીઅલ્લાહુ તઆલા અનહો અને શોહદાએ કરબલાની યાદમાં ના’તશરીફ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ : ૧ થી ૯ જેમાં ૦૫ છોકરીઓ તેમજ ૦૮ છોકરાઓ મળીને કુલ ૧૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે સુલેમાનભાઈ રખડા અને મુસ્તાકભાઈ રખડા હાજર રહ્યા હતા. પ્રોગ્રામની શરૂઆત મૌલાના અબ્દુરરઝ્ઝાક અશરફી સાહબે તિલાવતે કુરાનથી કરી, હાજી ઇશાક મોહંમદ પટેલ સાહેબે બાળકોને પોતાના ધ્યેય સિધ્ધ કરવા માટે પ્રોત્શાહિત કર્યા હતા. તમામ સ્પર્ધકોએ ખુબ સારો દેખાવ કર્યો હતો. અંતે નિર્ણાયકો ધ્વારા નિર્ણય આપી વિજેતાઓ જાહેર કર્યા હતા.
અંતે મૌલાના અબ્દુરરઝ્ઝાક અશરફી સાહેબે ફાતેહા ખ્વાની કરી બુઝુર્ગાને દિનની બારગાહમાં પેશ કરી અને સલાતોઅસલામ અને દુઆ સાથે સ્પર્ધામાં વિજયી થયેલ સ્પર્ધકોને શાળાના પ્રમુખ હાજી ઇશાક મોહંમદ અશરફી સાહેબ તરફથી ઇનામો આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
ત્યારબાદ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆમાં લોકશાહી ઢબે બાળ સંસદ ચુંટણીનું બેલેટ પેપર ધ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ચુંટણી પંચની નિગરાણી હેઠળ ખુબજ શાંતિથી ચુંટણી સંપન્ન થઇ. મત ગણતરી પૂર્ણ થયા બાદ વિજેતાના નામ શાળાના આચાર્યશ્રી ધ્વારા ઘોષિત કરવામાં આવ્યા. આજ રોજ તારીખ : ૧૨/૦૭/૨૦૨૫ ને શનિવારના રોજ શાળાના મદની હોલમાં તમામ બાળકો શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળની હાજરીમાં વિજેતાઓને ખુબ-ખુબ અભિનંદન આપી શાળાના આચાર્યશ્રી ધ્વારા તમામ નેતાઓને શપથવિધિ કરવામાં આવી હતી.

TANKARIA WEATHER
Leave a Reply