આપણા ગામના વયોવૃદ્ધ વડીલ હાજી ઇબ્રાહિમ માસ્તર મનમન બે ત્રણ દિવસ પહેલા ઉમરાહ કરવા માટે ગયા હતા. અલ્લાહના ફઝલો કરમથી એમણે ઉમરાહ પણ કરી લીધા હતા. અને બાદમાં તેઓ જેદ્દાહ ખાતે તેમના પૌત્ર મતિન મનમન ના ઘરે આવ્યા હતા તે દરમ્યાન રાત્રે તેમનો પગ લપસી જતા તેમને થાપામાં ચોટ આવી છે અને થાપામાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું છે. તેના માટે એમને સર્જરી કરવી પડે એમ હોય તેઓને તાત્કાલિક જેદ્દાહથી વડોદરા ખસેડવામાં આવ્યા છે. તો આપ એમની સર્જરી આસાનીથી થઇ જાય અને ફરીથી એકદમ તંદુરસ્ત થઇ જાય એવી દુઆ બારગાહે ઇલાહીમાં ગુજારવાની અપીલ કરીએ છીએ. મનમન સાહેબ ઉમરામાં જતા પહેલા એમની ખ્વાહિશ હતી અને કહેતા હતા કે આ વખતે તો રમઝાન ઈદ મદીનાશરીફ માં જ કરવી છે. પરંતુ અલ્લાહની મરજી આગળ કોઈનું કશું જ ચાલતું નથી. અલ્લાહ પાક તેમને આવતા રમઝાન માસમાં મદીના શરીફમાં ઈદ નશીબ ફરમાવે.
1 Comment on “ખાસ દુઆની અપીલ”
Salam from Ismail Saheb Khunawala,London. May Allah Almighty bless Ibrahim Saheb Manman and give him the speedy recovery and make his life easier and comfortable.
Salam from Ismail Saheb Khunawala,London. May Allah Almighty bless Ibrahim Saheb Manman and give him the speedy recovery and make his life easier and comfortable.