વિદેશી મહેમાનોનો સત્કાર સમારંભ યોજાયો

આજરોજ સવારે ૧૧ વાગ્યે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ સંચાલિત “મદની શિફાખાના” સંકુલમાં ટંકારીઆ ગામના વિદેશથી પધારેલા એન.આર.આઈ. ભાઈઓનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં યુ.કે. થી પધારેલા ટંકારીઆ વેલ્ફર સોસાયટી [યુ.કે.]ના ટ્રસ્ટી શફીકભાઈ પટેલ તથા ઐયુબભાઈ ઉઘરાદાર તેમજ યુ.કે.થી પધારેલા ઈસ્માઈલસાહેબ ખૂણાવાલા, ઇલ્યાસ મુન્શી, કેનેડા સ્થિત ઐયુબભાઈ મીયાંજી અને સાઉથ આફ્રિકાથી પધારેલા સિરાજ ગોદરમુન્શી ઉર્ફ “કમર” ટંકારવી તથા માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમતા, સામાજિક કાર્યકર નાસીરહુસૈન લોટીયા તેમજ ગ્રામજનો અને ટ્રસ્ટના કર્તાહર્તાઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*