ટંકારીઆ સહીત જિલ્લામાં કમોસમી વરસાદનો વર્તારો

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ ૨૫ થી ૨૭ દરમ્યાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. આ આગાહીને અનુલક્ષીને આજરોજ સવારથી જ વાતાવરણમાં ભારે પલટો નજરે પડ્યો છે. સવારે ૯ વાગ્યાના સુમારે આ લખાય છે ત્યારે વાતાવરણ એકદમ વાદળછાયું બની ગયું છે અને જાણે મગરીબ નો સમય થઇ ગયો હોય તેમ અનુભવી રહ્યા છે. ઝરમર ઝરમર વરસાદી છાંટાઓ પણ પડી રહ્યા છે અને વાદળો પણ હળવા હળવા ગાજતા થઇ ગયા છે. વાતાવરણમાં આહલાદક ઠંડક સાથે ખેડૂતોના માથે ચિંતાની લકીરો ખેંચાયેલી જોવા મળી રહી છે. બાદમાં લગભગ એક કલાક સતત ધોધમાર વરસાદ વીજળીના કડાકા અને વાદળોના ભડાકા સાથે થયો હતો. અને હાલમાં પણ છાંટાઓ તો ચાલુજ છે.

Rain was predicted in Gujarat between 25th and 27th according to the forecast of the Meteorological Department. At such times, farmers have been appealed to take appropriate measures to protect crops, regardless of cloudy weather and rain. Regardless of this forecast, a huge change in the atmosphere has been seen since this morning. As this is being written around 9 am, the atmosphere has become quite cloudy and it feels like it is Maghrib time. Drizzling rain showers are also falling and the clouds have also become light and fluffy. With the pleasant coolness in the atmosphere, a streak of anxiety is being seen on the farmers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*