આભાર પત્ર

આપણા ગામના ઝુબેર સડથલાવાલા કે જેઓ ઝડબાના કેન્સરથી પીડિત હતા, તેમની સારવાર માટે ડોનેશનની અપીલ આપ તમામ લોકોને કરી હતી. તેમનું ઓપરેશન અલ્લાહના ફઝલો કરમથી સફળતાપૂર્વક થઇ ગયું છે. તેમના પરિવારજનો આપ તમામ સખીદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમના પત્ની અને તેમના બાળકો સજળ આંખોએ તમામનો આભાર વ્યક્ત કરી તમામ સખીદાતાઓને દિલની ગહેરાઈઓથી દુઆઓ ગુજારી હતી. સખી ભાઈ બહેનોએ તો મદદ કરી જ હતી સાથે સાથે ટંકારીઆ ગામની સંસ્થાઓ જેવી કે મોહસીને આઝમ મિશન ટંકારીઆ તરફથી રૂપિયા એક લાખ અને અંજુમન સાર્વજનિક હોસ્પિટલ ટંકારીઆ તરફથી રૂપિયા પચાસ હજારની પણ મદદ કરવામાં આવી હતી.
આ કામમાં મદદ કરનાર તમામ સખીદાતાઓનો અમો આ માધ્યમ થકી શુક્રગુજાર કરીએ છીએ. અલ્લાહપાક તમામને તેનો બદલો બંને જહાંનોમાં અતા ફરમાવી મગફિરતનો જરીયો બનાવે. તમની રોજીઓ માં બરકતો અતા ફરમાવે અને તેમને તંદુરસ્તી સાથે દીર્ધાયુ બક્ષે. આમીન.

We appealed to all of you to donate for the treatment of Zubair Sadthalawala of our village who was suffering from jaw cancer. His operation has been successfully done by the grace of ALLAH [SWT]. His family expresses their heartfelt gratitude to all the donors. His wife and children with cried eyes expressed their thanks to all and offered prayers to all the supporters from the depths of their hearts. Donor  brothers and sisters have already helped along with organisations of Tankaria village like Mohsin e Azam Mission Tankaria with Rs one lakh and Anjuman Public Hospital Tankaria with Rs fifty thousand.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*