ટંકારીઆ તથા પંથકમાં આંબાના વૃક્ષો પર મૉરના ઝુમખા જોતા મબલખ પાક ઉતારવાના એંધાણ

રાજ્યમાં ઠંડીની સિઝન બાદ ગરમીની સિઝનનો એહસાસ થઈ રહ્યો છે. ઋતુ બદલાઇ જવાના સંકેતો બપોરનો તાપ આપી રહ્યો છે. ગરમીની સિઝન આવતાની સાથે જ નાના ભૂલકાઓથી લઈ વયોવૃદ્ધ સહિતના લોકો ફળોના રાજા ગણાતા ખાટી મીઠી કેરીના પાકની રાહ જોતા હોય છે. જિલ્લાભરમાં હજારોની સંખ્યામાં આંબાના વૃક્ષોની ખેતી કરવા આવે છે અને ખેડૂતો કેરીના મબલખ પાકની આતુરતાથી રાહ જોતા હોય છે. હાલ આંબાના વૃક્ષોની ડાળીઓ પર ફૂલ એટલે કે મૉરના ઝૂમખે ઝૂમખાં લટકતાં જોવા મળે છે. ત્યારે ખેડૂતોને આ વખતે જથ્થાબંધ કેરીઓ વેચી મસમોટી આવક રળી લેવાની ઈચ્છાઓ પણ છે.

સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં આંબા પર સામાન્ય રીતે પુષ્પ એટલે કે મોર આવી જતો હોય છે પણ આ વખતે મોર ફેબ્રુઆરીમાં આવ્યો છે જેથી કેરીના આવકના સમયમાં ફેરફાર થયો છે, છતાં પણ પ્રદુષણ અને હવાનો વેગ ઓછો રહે તેમજ પ્રતિકૂળ વાતાવરણ મળી રહે તો કેરીનો મબલખ પાક મેળવી શકાય તેમ છે. ગરમીની સિઝન વધતાંની સાથે આંબાના વૃક્ષોને અડીને ક્યારા બનાવી સમયસર પૂરતું પાણી આપવુ જોઈએ તેમજ ફૂગ અને જંતુનાશક દવાઓનો પણ થોડા થોડા દિવસોના અંતરાલમાં છંટકાવ કરવો જોઈએ જેથી સારો કેરીનો પાક મેળવી શકાય. જોકે ફળોનો રાજા ગણાતા કેરીના પાકની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આ વખતે કેરીના ભાવ ગરમીમાં લોકોના માથા પર પરસેવો ચઢાવશે કે નહિ તે જોવું રહ્યું.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*