ટંકારિયામાં મસ્જિદનો પાયાવિધિનો કાર્યક્રમ યોજાયો

રૂચ તાલુકાના ટંકારીઆ ગામે ટંકારીઆ ગામની ભાગોળે પારખેત તરફ જવાના રસ્તા પર કે જ્યાં અંજુમને નુશરતુલ મુસ્લિમીન ટંકારીઆ દ્વારા અદ્યતન ચેરીટેબલ હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે તે પરિસરમાં ભવિષ્યની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને મસ્જિદની તામીર માટેનો પાયાવિધિનો કાર્યક્રમ ગતરોજ રવિવારે સવારે હોસ્પિટલ સંકુલમાં રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમનો શુભારંભ કુરાન શરીફના પઠનથી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિદેશથી પધારેલા ઇકબાલભાઇ ધોરીવાલાએ હોસ્પિટલની વિસ્તૃત રૂપરેખા હાજરજનોને પુરી પાડી હતી. ત્યારબાદ આલીમો દ્વારા મસ્જિદની પાયાવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન બાદ સંસ્થાના પ્રમુખ મૌલાના લુકમાન ભૂતાવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અંજુમન સંસ્થા દ્વારા નાત જાતના ભેદભાવ વગર તમામ લોકોને સરળ, પોષાઈ શકે તેવી રાહત દરે ઉપલબ્ધ હોય તેવી ગુણવત્તાસભર સચોટ નિદાન સાથે તબીબી સેવા આપવી તથા આજના મોંઘવારીના યુગમાં મેડિકલ ક્ષેત્રમાં ગરીબો તથા તમામ લોકોના હક્કમાં સહાયરૂપ બનવું તે જ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. તેમજ હોસ્પિટલના નિર્માણ પામ્યા બાદ હોસ્પિટલમાં સારવાર સાથે શારીરિક અને આધ્યાત્મિક શક્તિનું નિર્માણ થાય તે હેતુસર મસ્જિદનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં ગામના આગેવાનો ઉપરાંત વિદેશથી પધારેલા એન.આર.આઈ. ભાઈઓ તથા ગ્રામજનોનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં દુઆઓ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

1 Comment on “ટંકારિયામાં મસ્જિદનો પાયાવિધિનો કાર્યક્રમ યોજાયો

  1. Ma Sha Allah, new masjid’s plan looks beautiful. May Allah accept everyone’s khidmat and give better rewards in hereafter. Ameen!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*