ટંકારીઆમાં ગાંધી જયંતિ નિમિતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ
આજરોજ તારીખ ૦૪/૧૦/૨૦૨૨ ને મંગળવારના રોજ ટંકારીઆ ગ્રામ પંચાયતના ઉપક્રમે નશાબંધી સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે ભરૂચ જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ દ્વારા ટંકારીઆ એમ.એ.એમ. હાઈસ્કૂલના વિશાળ હોલમાં અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નશાબંધી વિભાગ ભરૂચ ના એસ.પી. એચ. એમ. માંગરોલીયા, એસ.પી. ડી.જે. વનાડી તથા જિલ્લા નિયામકશ્રી દોલતસિંહ રાણા, પી.આઈ. બી. એસ. તડવી તથા નાટ્યકાર પ્રકાશભાઈ બારોટ તેમજ વિનોદભાઈ બારોટે હાજરી આપી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા, એમ.એ.એમ. હાઈસ્કૂલ શાળાના આચાર્ય, શિક્ષણગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નશાબંધી વિભાગના અધિકારીઓએ શાળાના બાળકોને નશાની ગંભીરતા તથા વ્યસન મુક્તિ માટે વિવિધ નાટ્ય પ્રવૃત્તિ દ્વારા સંદેશો આપ્યો હતો.
ગામના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા દ્વારા કાર્યક્રમના આયોજન માટે એમ.એ.એમ. હાઈસ્કૂલના મેનેજમેન્ટનો તેમજ નશાબંધી અને આબકારી વિભાગના તમામ અધિકારીઓનો ટંકારીઆ ગામ વતી આભાર વ્યક્ત કર્યો હતો.
Leave a Reply