સ્ત્રી રોગો અને બાળ રોગોનો નિદાન કેમ્પ યોજાશે
આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ અને રિસર્ચ સેન્ટર અને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત “મદની શિફાખાના” ના સહયોગથી “મદની શિફાખાના” ટંકારિયામાં સ્ત્રી રોગો અને બાળ રોગો માટે મફત કેમ્પનું આયોજન તારીખ ૨૯.૯.૨૦૨૨ ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. આ કેમ્પ નો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે.
આ કેમ્પમાં દરેક પ્રકારના સ્ત્રી રોગોથી પીડાતી બહેનો તથા બાળ રોગોથી પીડાતા બાળકોને મફત તપાસવામાં આવશે, એટલુંજ નહિ પણ તેમને પ્રાથમિક દવાઓ પણ મફત માં આપવામાં આવશે.
સ્ત્રી રોગથી પીડાતી બહેનો તથા બાળ દર્દીઓ આ કેમ્પમાં આવી પોતાની સારવાર કરાવી આરોગ્યપ્રદ સ્વાસ્થ્ય મેળવવા અનુરોધ કરવામાં આવે છે.
Leave a Reply