જાહેર નોટિસ
અસ્સલામુ અલયકુમ
આથી ટંકારીઆ ગામના તમે ભાઈ બહેનોને જણાવવાનું કે હાલ નાના બાળકો ને ઉઠાવવાની ગેંગ સક્રિય હોવાથી દરેક વાલીએ પોતપોતાના નાના બાળકોને મદ્રસ્સા તથા સ્કૂલમાં જાતે લેવા તથા મુકવા જાતે જવાની વિનંતી કરીએ છીએ. તેમજ ગામમાં કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તેના વિશે ગ્રામ પંચાયતને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે. પરિસ્થિતિને દયાન માં રાખીને દરેક ગામવાસીએ જાગૃત રહી ગામમાં સલામતી રહે એનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ જોતા બહારથી આવનાર ભિખારીઓ ઉપર ગામ પંચાયત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે છે એટલે મહેરબાની કરી હાલમાં ટંકારીઆ ગામમાં કોઈ પણ ભિખારીએ પ્રવેશ કરવો નહિ. ગામ ની સલામતીને ધ્યાનમાં રાખીને ગામના તમામ લોકોને સહકાર આપવા નમ્ર વિનંતી છે.
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા
સરપંચ
ગ્રામ પંચાયત ટંકારીઆ
Leave a Reply