ટંકારિયામાં યવમે આશુરાની ઉજવણી કરાઈ

સમગ્ર દેશ આજે યવમે આશુરા માનવી રહ્યો છે. સત્ય કાજે આપણા પ્યારા નબી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન તથા તેમના જાનીસારો એ કરબલામાં પોતાના પ્રાણોની આહુતિ આપી તેમની યાદમાં સમગ્ર મુસ્લિમ સમાજ ૧૦મી મહોર્રમના દિવસે યવમે આશુરાની ઉજવણી કરે છે.
આજે યવમે આશુરાના રોજ સવારે ટંકારિયામાં જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયા માં નફિલ નમાજો પઢવામાં આવી હતી તથા સમગ્ર માનવજાત માટે દુઆઓ ગુજારવામાં આવી હતી. તેમજ મહોર્રમ માસના પ્રથમ ચાંદથી ૧૦ મહોર્રમ સુધી ઈશાની નમાજ બાદ જામા મસ્જિદમાં પેશ ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે તથા મસ્જીદે મુસ્તુફાઇયયા માં કારી ઇમરાન સાહેબે બયાનો કર્યા હતા અને અકીદતમંદો ફૈઝયાબ થયા હતા. આજે ઠેર ઠેર શરબતની સબીલો પણ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*