શબ એ કદ્ર મુબારક હો
આજે ૨૭ મી તરાવીહ કે જેને શબ એ કદ્ર તરીકે પણ ઓળખાય છે. આજે તરાવીહમાં ખત્મે કુરાન થશે. નશીબદાર લોકોએ રમઝાનનો આખો મહિનો તરાવીહમાં કુરાન શરીફ ની તિલાવત સાંભળી તરાવીહ પઢ્યા હશે તેઓને ખુબ ખુબ મુબારકબાદ. અને કોરોના મહામારી ને લઈને જેઓ બીમાર હાલતમાં તરાવીહ ના પઢી શક્યા તેમને અલ્લાહ તબારક વ તઆલા માફ ફરમાવે. આજે એક રાત બરાબર ૧૦૦૦ મહિનાનો સવાબ અલ્લાહ તઆલા અતા કરશે. તો આ મુબારક રાત્રે નવાફીલો, ઝિક્ર તથા તિલાવત કરશો અને તમામ ઉમ્મતે મોહમ્મદી માટે આઁફિયત ની દુઆઓ ગુજારશો. તમામ વાચક વર્ગને શબ એ કદ્ર મુબારક હો…………… આ રમઝાન શરીફમાં કોરોના મહામારીને લઈને તથા હું મુસ્તાક દૌલા પણ સાતમા રોઝાથી સંક્રમિત થયો હોવાથી આપ સૌને ગામની રમઝાનની રોનક ના ચિત્રો તથા રમઝાનને લગતી ગામની માહિતી ના આપી શક્યો તે બદલ ક્ષમાયાચના. આપ તમામ મારા માટે તથા જેટલા પણ લોકો કોરોનાથી સંક્રમિત છે તેમના માટે તંદુરસ્તીની દુઆ ગુજારશો એજ અભ્યર્થના.
Leave a Reply