ટંકારિયામાં મતદાન પ્રકિયા ચાલુ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન આજે યોજાયું છે. ટંકારીઆ ગામમાં તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યપદ માટે ચૂંટણી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સવારે ૧૧ કલાકમાં ૨૨.૩૩% મતદાન થયું છે. એટલેકે કુલ ૮૫૩૦ મતદારોમાંથી ૧૯૦૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ટંકારીઆ ગામના બંને પંચાયતના સભ્યના ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન મહદઅંશે ધીમી ગતિએ ચાલી રહ્યું છે. મતદાન નો સમય સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે.
Leave a Reply