પ્રગતિશીલ ટંકારીઆ

૧૪ માં નાણાપંચ અને ધારાસભ્ય અરૂણસિંહ રણા ની ગ્રાન્ટમાંથી ૩૫ લાખના માતબર ખર્ચે સમગ્ર સુથાર સ્ટ્રીટ માં અન્ડરગ્રાઉન્ડ ગટર અને બ્લોક લગાડવાનું કામ કરવામાં આવ્યું હતું જે લગભગ પરિપૂર્ણ થઇ જતા આજે રીબીન કાપી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના ઉદ્ઘાટન સમારોહ માં તત્કાલીન સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન તથા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુથાર સ્ટ્રીટના નાગરિકો એ આ પ્રસંગે સરપંચ મુમતાઝબેનનો તથા પંચાયત નો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*