ટંકારીઆ માં યવમે આશુરાની ઈબાદત કરી ઉજવણી કરાઈ

હિજરી સન નો પ્રથમ માસ એટલે મુહર્રમ કે જે માસમાં કરબલાની તપતી જમીન પર ઇસ્લામના પયગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના જાંનિસાર સાથીઓએ સત્ય કાજે બલિદાન આપ્યું હતું. સદીઓ વીતવા છતાં આજેપણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે મોહર્રમ મહિનાના પ્રથમ ૧૦ દિવસો માં કરબલાના શહીદોને યાદ કરી ખિરાજે અકીદત અર્પિત કરે છે. અને ૧૦ મી મહોરમ એટલેકે આશુરાના દિવસે ઈબાદતો તથા ઝીકરો અસગાર કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ સવારે જામે મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યા માં આશુરાના દિને વિશિષ્ટ નફિલ નમાજો મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી. અને દુઆએ આશુરા પઢવામાં આવી હતી. અને અંતમાં ઇમામ સાહેબોએ સમગ્ર વિશ્વ માટે દુઆઓ ગુજરી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો. ટંકારીઆ માં નવયુવાનો દ્વારા ઠેર ઠેર શરબતની સબીલો લગાવી હતી. આમ ટંકારીઆ માં યવમે આશુરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*