શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

આજે મખદૂમ અશરફ જહાંગીર સીમનાની રહ. ના ઉર્સ ના મોકા પર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ટ્રસ્ટ દ્વારા મક્કા મસ્જિદ ના પટાંગણ માં વૃક્ષો રોપ્યા હતા. તેમજ હાશમશાહ રહ. કબ્રસ્તાનમાં તદુપરાંત ભડભાંગ કબ્રસ્તાનમાં વૃક્ષો નું રોપણ કરશે. આ કાર્યક્રમમાં ખલિફા એ શૈખુલ ઇસ્લામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ ઉપરાંત શૈખુલ હૂફફાજ હાફેઝ સલીમ સાહેબ વાંતરસાવાળા, ઇબ્રાહિમ સાહેબ મનમન તથા ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ ઉપરાંત સરપંચ આરીફ પટેલ તથા ગામલોકો હાજર રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે મક્કા મસ્જિદ ના આગળના ચોગાનની દીવાલ અને મુખ્ય ગેટ નું કામ પરિપૂર્ણ થઇ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*