Poem from Our Very Own “Dard Tankarvi”
Another beautiful creation from the pen of budding and very talented poet Mubarak “Dard” Tankarvi.
એકબીજામાં એટલું ડૂબી જવાયું,
હમરદીફ-હમકાફિયા જેવુ થવાયું!
દાઝવાનું છે અવિરત ચાલવાનું,
જો,કફન પણ આગમાં બોળી લવાયું!
એક બાજુથી બળે તન તો ભલે,પણ
તારા માટે વાદળી થઈને છવાયું.
જેટલું સંબંધમાં ઊંડે ગયેલું,
એટલું અનહદ હૃદય મારું ઘવાયું.
‘દર્દ’નું જીવન થયું જાહેર,ત્યાં
ગીત મીઠું થઇ બધેબધ એ ગવાયું!
© ‘દર્દ’ ટંકારવી.
Leave a Reply