સમૂહ લગ્ન સમારંભ યોજાયો

નર્મદા જિલ્લાના કુકરમુન્ડા ગામે ગત રવિવારના રોજ સામુહિક લગ્નોત્સવ ટંકારીઆ ગામના નવયુવાનો દ્વારા યોજવામાં આવ્યો હતો. સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને અસહ્ય મોંઘવારી ના કારણે ગરીબ તથા મધ્યમવર્ગીય છોકરા તથા છોકરીઓ લગ્ન કરવા મુશ્કેલ બન્યા હોય તે સમયમાં ટંકારીઆ ગામના નવયુવાનોને સહયોગથી સામુહિક લગ્નોત્સવ નું આયોજન કુકરમુન્ડા ખાતે ગત રોજ કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવમાં આશરે ૧૨ નવયુગલોએ નિકાહની રસમ અદા કરી સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ટંકારીઆ ગામના યુવાનો સહીત મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહી આ લગ્ન સમારંભને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોએ નવ દંપતીને દુઆઓ આપી હતી. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર મુસ્તુફા ખોડા અને તેમની ટિમ દર વર્ષે આવા લગ્નોત્સવનું આયોજન કરે છે. અને નવા સાંસારિક જીવનમાં પગલાં માંડતા નવયુગલોને ઘરવખરી તથા જરૂરી સહાય પણ કરવામાં આવે છે.

1 Comment on “સમૂહ લગ્ન સમારંભ યોજાયો

  1. salam.i don’t who organised this event,but really very good.fanastic.this is how we suppose to help muslim ummah.nice work.allah give more barakah to the donners and give more strength to supporters for this progrrame.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*