ટંકારીઆ માં ભર શિયાળે ગામપંચાયત ની ચૂંટણી નો ગરમાવો

આગામી ફેબ્રુઆરી માં ટંકારીઆ ગામ પંચાયત ની ચૂંટણી માં અત્યારથી જ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ૧૪ વોર્ડ સાથે સરપંચ બનવા થનગની રહેલા ઉમેદવારો એ અત્યારથીજ બેઠકોનો દૌર શરુ કરી દીધો છે.
આગામી ફેબ્રુઆરી માં સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણી એટલેકે ગ્રામ પંચાયત ના સરપંચ ની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભરૂચ તાલુકાની સૌથી મોટી ટંકારીઆ ગામ પંચાયત ની થનાર ચૂંટણી ને લઈને અત્યારથી જ માહોલ ગરમાયો છે. ટંકારીઆ પંચાયત ની ચૂંટણીને આડે એક માસ બાકી છે ત્યારે સરપંચ ની ખુરશી મેળવવા માટે ૮ થી ૧૦ મુળતીયાઓ સજીધજી રહ્યા છે. સરપંચ પદ હાંસલ કરવાનો હોંશલો ધરાવતા ઉમેદવારો રાત્રીના સમયે બેઠકોનો દૌર કરતા નજર આવી રહ્યા છે. જે એંધાણ આપે છે કે આવનાર ગામ પંચાયત ની ચૂંટણી ભારે રસાકસી વાળી બની રહેશે.

1 Comment on “ટંકારીઆ માં ભર શિયાળે ગામપંચાયત ની ચૂંટણી નો ગરમાવો

Leave a Reply to Muslim Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*