પવન ના સુસવાટા સાથે ટંકારીઆ માં વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ.

ટંકારીઆ તથા સમગ્ર પંથકમાં આજે સાંજે ૪ વાગ્યા ના સુમારે વરસાદ વરસતા તાપમાન નો પારો ગગડી ને આશરે ૨૮ ડિગ્રી સેલ્સિયસ જેટલો થઇ જતા પંથક ને ગરમી થી રાહત મળી હતી.

ટંકારીઆ નગર તેમજ આજુબાજુના ગામોમાં આજે સાંજે વરસાદ પડતા તાપમાન માં આહલાદક ઠંડક પ્રસરી જતા નગરજનો ને ગરમીથી છુટકારો મળ્યો છે. વિદાય લેતા ચોમાસાના અંતિમ તબક્કામાં ગાજવીજ સાથે પડતા વરસાદને ગામના વડીલો ગામથી ભાષામાં જેને દિવાળીનું માવઠું કહે છે. આ માવઠામાં પણ મતમતાંતરો છે. કોઈ કહે છે કે આ ખેતી માટે સારું કહેવાય તો કોઈ કહે છે કે આ ખેતીને નુકશાન કરશે. હવે જે થાય તે અલ્લાહ ની મરજી થીજ થશે.

આ વરસાદ વિજ્ઞાની ઓના જણાવ્યા મુજબ બે ઓફ બંગાળ માં એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનવાને કારણે આ વરસાદ વરસી રહ્યો છે. જોકે દિવાળી એકદમ નજીક માં આવી રહી હોવા છતાં વરસાદ વરસી રહ્યો હોવાથી લોકો ટકોર કરી રહ્યા છે કે શું? દિવાળીના તહેવાર માં પણ છત્રી અને રેઇનકોટ પહેરીને નીકળવું પડશે?

CLICK HERE FOR RAINING IN TANKARIA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*