ટંકારીઆ માં નેત્ર કેમ્પ યોજાયો

ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે શંકરા આઈ હોસ્પિટલ (જિલ્લા અંધાપા નિવારણ સોસાયટી ) તથા મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ બ્રાન્ચ ના સંયુક્ત ઉપક્રમે મફત આંખોની તાપસ અને ઓપરેશન ક્રિયા શિબિર નું આયોજન મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ માં રાખવામાં આવ્યું હતું.
આ શિબિરમાં તપાસ પછી વધુ સારવાર માટે દર્દી ઓ ને શંકરા હોસ્પિટલ માં લઇ જવામાં આવશે. ત્યાં રહેવાની તથા ભોજન ની વ્યવસ્થા મફત માં કરવામાં આવશે. જે દર્દી ઓ મોતિયાના દર્દ થી દુઃખી છે તે બધાને ઓપેરશન વખતે લેન્સ મુકવામાં આવશે અને આ લેન્સ મફત માં રહેશે.
આ કેમ્પ માં ગામ તથા પરગામના આશરે કુલ 185 દર્દી ઓ એ લાભ ઉઠાવ્યો હતો જેમાંથી લગભગ 36 દર્દી ઓ ને ઓપરેશન માટે શંકરા હોસ્પિટલ આણંદ ખાતે લઇ ગયા છે. આ કેમ્પ ને સફળ બનાવવામાં મિશન ના પ્રમુખ ઇશાકમાસ્ટર અશરફી તથા ગામ ના નવયુવાનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

CIMG0003 CIMG0004 CIMG0005 CIMG0006 CIMG0007

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*