ટંકારીઆ માં વૃક્ષા રોપાં નો કાર્યક્રમ યોજાયો
વિશ્વ પરિયાવરણ દિન નિમિતે મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ બ્રાન્ચ સંચાલિત એમ. એ. એમ. પ્રાયમરી (અંગ્રેજી માધ્યમ) માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજરોજ શુક્રવાર ના દિને સવારે 11.00 કલાકે શાળા તથા સી. એ. સી. કંપની – પગુથણ ના સંયુક્ત સથવારે શાળામાં વૃક્ષા રોપાં નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તથા શાળાના ગરીબ બાળકો ને શાળા તરફથી મફત પાઠ્ય પુસ્તકો, નોટબુકો તથા યુનિફોર્મ દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સી. એ. સી. કંપની – પગુથણ ના અધિકારીઓ પિયુષ પંડ્યા, ડો. પ્રિયેશ મોદી, નિર્લેપ ખારવા, સપન લાખાવાળા, ગોપાલક્રિશ્નન મુરલી, સુનિલ કુરિયન, સુરેશ મેનન, તથા વિદેશ થી પધારેલા અફરોઝભાઈ અશરફી, તાલુકા પંચાયત ના સભ્ય અબ્દુલ્લાહ ટેલર, મૌલાના અબ્દુર્રઝાક અશરફી, તથા શાળાના પ્રમુખ ઇશાકમાસ્ટર અશરફી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. વેન અને ખેતી જગ્યા જયારે નષ્ટ થઇ રહી છે ત્યારે આવી જાગૃત સંસ્થા ઓ એ વૃક્ષારોપણ કરી પોતે રોપેલા વૃક્ષો ની જવાબદારી સ્વીકારી ઉમદા સેવા પુરી પડી રહ્યા છે.
Leave a Reply