1 … 46 47 48 49 50 … 429

આપણા ગામના હાજીઓ આજે અમદાવાદથી પહેલી ફ્લાઈટમાં હજમાં જવા માટે રવાના થઇ ગયા છે. તેઓ સૌ પ્રથમ મદીના શરીફ જશે.  અલ્લાહ એમની સફર આસાન ફરમાવે અને હજના તમામ અરકાનને અલ્લાહ આસાન ફરમાવે. અલ્લાહ એમની હજ કબુલ ફરમાવે.

તમામ ને હજ મુબારક………..

Discussion

No comments yet.

ભરૂચ તાલુકાની ટંકારીઆ પ્રાથમિક કન્યા શાળામાં SRF Foundation Bharuch દ્વારા ગામની શાળા, આંગણવાડી અને ગામના સહકારથી વિકાસ હેતુ માટે શાળામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. SRF Foundation Bharuch – ભરૂચ તાલુકામાં પ્રોજેક્ટ શાળા અને આંગણવાડીના વિકાસ માટે કામ કરે છે હવે આવનાર સમયમાં શાળા, આંગણવાડી અને SRF Foundation – Bharuch સાથે મળીને કામ કરે અને ગામના લોકો પણ આ કામથી વાકેફ થાય તે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી યોગેશભાઈ પટેલ, BRC વિરેન્દ્રસિંહ સોલંકી, તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ મુનાફ પટેલ, ગામના નિવૃત્ત શિક્ષકો, માજી આચાર્યો, માજી સરપંચ, તલાટી, શાળાના આચાર્ય, શિક્ષકો, SMC સભ્યો, આંગણવાડી કાર્યકરો તેમના બાળકોના વાલી, ગ્રામજનો, ગામના શિક્ષિત આગેવાન અને SRF Foundation – Bharuch પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ જાકીરહુસેન જાંસા, પ્રોગ્રામ એસોસિએટ જીતેન્દ્રભાઈ અને SRF Foundation સ્ટાફ અંજલીબેન, જીતેશભાઈ હાજર રહ્યા હતા. એસઆરએફ ફાઉન્ડેશને શિક્ષણ પ્રત્યે સામુદાયિક જોડાણને મજબૂત બનાવવા, માતાપિતાને જાગૃત કરવા, શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપવા અને ભવિષ્યમાં શાળા અને આંગણવાડી વિકાસ માટે એક રોડમેપ નક્કી કરવાના હેતુથી તેમના ટંકારીઆ ગામમાં એક સમુદાય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં ગામના લોકોને પ્રવુત્તિ અને રમત વડે બાળકો માટે અને ખાસ કરીને ગામની શાળા અને આંગણવાડી માટે શું જવાબદારી છે? તેના અંગે ચર્ચા કરવામાં આવી. ગામના લોકોની શાળાના વિકાસમાં સહભાગીદારી વધારવાની પણ વાત કરવામાં આવી. સાથે એક છોડના વિકાસમાં જેમ હવા, પાણી, ખાતર, જમીન અને સુર્યપ્રકાશ ની જરૂર હોય તેમ ગામની શાળા અને આંગણવાડીના વિકાસ માટે પણ સરપંચ, બાળકોના માતાપિતા, ગામના લોકો, શાળા SMC અને સ્થાનિક સંસ્થાઓનો સહકાર ખુબજ જરૂરી છે.
શાળાના આચાર્ય આબેદાબેન દ્વારા SRF Foundationને “School Real Friend”નું બિરુદ આપવામાં આવ્યું. ગામના સલમાબેન સૈયદ દ્વારા ગામના બાળકો માટે ટયુશન ક્લાસ શરૂ કરી વૉલેન્ટિયર તરીકે સેવા આપશે.
અંતે શાળાની આ મિટિંગમાં ચર્ચા વિચારણા કરી વિકાસના કામોની એક યાદી બનાવી જે કામો આવનાર વર્ષોમાં શાળા અને આંગણવાડીમાં કરવાનું આયોજન છે અને આ કામને પૂર્ણ કરવા માટે SRF Foundation, ગામના લોકોનો સહકાર અને સાથે-સાથે સરકારી યોજનાઓનો લાભ લઈને કઈ રીતે, કોણ, આ કામોને પૂર્ણ કરવામાં જવાબદારી નિભાવશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી.

Discussion

No comments yet.

વક્ફ એમેન્ડમેન્ટ બીલના વિરોધમાં ટંકારીઆમાં મુસ્લિમ સમુદાયના લોકોએ રાત્રે નવ થી સવા નવ વાગ્યા દરમ્યાન પોતાના ઘરોની તથા દુકાનોમાં લાઈટો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ સંગઠનો દ્વારા ૩૦ એપ્રિલે સાંજે નવ થી સવા નવ વાગ્યા સુધી પોતાના ઘરો તથા રોજગારની જગ્યાઓમાં લાઈટો બંધ રાખી વિરોધ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિરોધ નંધાવવા લાઈટો બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાદર અને બઝારમાં અંધારપટ છવાઈ ગયો હતો.

Discussion

No comments yet.

ટંકારીઆ ગામે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ટી-૨૦ વિલેજ ટુર્નામેન્ટની ફાઇનલ ગત રવિવારે ટંકારીઆ અને વલણની ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ટંકારીઆ ટીમનો ભવ્ય વિજય થયો હતો.
ફાઇલના અંતે ઇનામ-વિતરણ સમારંભમાં ભરૂચ જિલ્લાના જુના-જાણીતા ખેલાડીઓને બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના સંચાલકો તથા ટીચચુક ફેમિલી અને ઘોડીવાલા ફેમિલી તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુસુફ ઘોડીવાલા અને બાબુભાઇ વોરાસમનીવાલા હસ્તે મનીષ નાયક, ઇસ્તિયાક પઠાણ, મુબારક ડેરોલવાલા, સલીમ વૈરાગી, લુકમાન મેરીવાળા વગેરેને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી સરપંચ ઝાકીર ઉમતા, લીજેન્ડ સ્પિનર યુસુફ ઘોડીવાલા ઉર્ફે અબ્બા તેમજ ગામના અને પરગામના ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન માજી સરપંચ ઝાકીર ઉમતાએ કર્યું હતું.

Discussion

No comments yet.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાનામાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ અને બરોડા હાર્ટ હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભરૂચ બરોડા હાર્ટના કાર્ડિયોલોજિસ્ટ ડો. રુજુતા પરીખ [હૃદય રોગના નિષ્ણાંત] તેમજ ડો. શબીના પટેલે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી. આયોજિત આ કેમ્પમાં આશરે ૫૮ દર્દીઓએ લાભ લીધો હતો. અને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા બ્લડ પ્રેશર, બ્લડ સુગર, ઈ.સી.જી., કાર્ડિયોલોજિસ્ટ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમયાન્તરે ગરીબ તબક્કાના લોકો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેનો ટંકારીઆ સહીત આસપાસના ૨૦ થી ૨૫ ગામોના ગરીબ વર્ગના લોકો લાભ ઉઠાવે છે. મદની શિફાખાનામાં સરળ અને રાહત દરે ઈ.સી.જી. ની અદ્યતન મશીનરી, એક્ષરે મશીન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ શિફાખાનાનો લાભ ઉઠાવે છે.
આ શિબિરની સફળતામાં ટ્રસ્ટ ના પ્રમુખ મુસ્તાક બાબરીયા, અઝીઝ ભા, અમીન કડા, ઇલ્યાસ જંગારીયા, શકીલ સાપા તથા ગામના અગ્રગણ્ય લોકોનો મુખ્ય ફાળો હતો.

Discussion

No comments yet.

અસ્સલામુ અલયકુમ વ. વ.
અલ્લાહ તઆલાના ખાસ ફજલો કરમથી અને એના પ્યારા નબી નામદાર હુઝૂર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સદકો તુફેલથી ઇન્શાઅલ્લાહ તારીખ ૦૨/૦૫/૨૦૨૫ ના રોજ હું અને મારી અહલીયા હજના ફર્ઝની અદાયગી માટે જઈ રહ્યા છીએ. આ તબક્કે દીલની ગેહરાઈથી નમ્ર અરજ કરીએ છીએ કે મારાથી જાણે અજાણે કોઈનું મન દુ:ખ થયું હોય, મારાથી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય, મારા વર્તન કે વાણીથી આપના દિલને કોઈ ઠેસ પહોંચી હોય તો મારી એવી નાની મોટી તમામ ભૂલો માટે સાચા દિલથી આપનાથી માફીનો તલબગાર છું. થોડો સમય હું જાહેર જીવનમાં રહ્યો છું એના કારણે પણ નાની મોટી કોઈ ભૂલ મારી જાણ અજાણમાં થઈ હોય એવું શક્ય છે. શક્ય બનશે ત્યાં સુધી હું આપને રૂબરૂ મળીને પણ માફી માંગવાનો પ્રયત્ન જરૂર કરીશ. પરંતુ જો કોઈ કારણસર આપને રૂબરૂ મળી ન શકું તો પણ મારા આ લેખિત સંદેશ દ્વારા માફી માંગુ છું. આપ સૌ મને જરૂરથી માફ કરશો. અલ્લાહ તઆલા એના પ્યારા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સદકએ તુફેલમાં અમારી ખાસ મદદ ફરમાવે, અમારી હજની સફર આસાન કરે, હજના તમામ અરકાનો આસાની સાથે અદા કરાવી અલ્લાહ પાક અમારા ગુનાહો માફ કરે, અલ્લાહ તઆલા અમારી તથા અમારા માતા-પિતાની તથા દરેક મુસલમાન ભાઈ બહેનોની મગફીરત ફરમાવે એવી અમો પણ દુઆ કરીએ છીએ. જિંદગીનો કોઈ જ ભરોસો નથી આપણી નજર સામે જ આપણા કેટલાક નવયુવાન અને તાકતવર ભાઈ- બહેનો આ ફાની દુનિયાની તમામ જાહોજલાલી, માલો દોલત, ઈજ્જત અને સોહરતને છોડી આખીરતની દુનિયા તરફ ફક્ત અને ફક્ત પોતાના આમાલો સાથે લઈને કૂચ કરી ગયા છે. હજ્જે બૈતુલ્લાહની આ સફર માટે અને હરહંમેશ આપ સૌ અમને માફ કરશો એવી દીલની ગેહરાઈથી ખાસ નમ્ર અરજ કરીએ છીએ.
જાકીર ઇસ્માઇલ ઉમટા. ટંકારીઆ.

Discussion

  • Asif on Sunday 27 April 2025

    દુઆ માં યાદ રાખજો

  • Anwar khandhia on Monday 28 April 2025

    હજ મુબારક

ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર ખુશનસીબ હાજી ભાઈ બહેનોનો હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન આયોજન મસ્જીદે મુસ્તુફાઈય્યાહમાં દારુલ ઉલુમ ટંકારીઆ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં ગામના તથા પરગામના હજ્જે બૈતુલ્લાહ જનાર હુજ્જાજ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં મૌલાના ગુલામરસુલ સાહેબે તથા મુફ્તી નૂર સઇદ સાહેબે  હજ્જ ના અરકાનોની પ્રેક્ટિકલ સમજ આપી હતી. અંતમાં તમામ હુજ્જાજ મહેમાનોને ભોજન બાદ કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.

Discussion

No comments yet.

1 … 46 47 48 49 50 … 429