1. HABIBMASTER YUSUFJI PATTHARWALA

  2. DILAWAR ISHA GHODIWALA

PASSED AWAY…………. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA OF BOTH MARHUMS WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 11AM TODAY. MAY ALLAH [SWT] GRANTH THEM PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

આ થકી આપણા ગામની શાહીસતા મોહમ્મદ વેવલી ની સારવાર માટે મદ્દદ ની અપીલ કરી હતી તો આપણા ગામના એક સદગૃહસ્થે સારવાર ની તમામ રકમ આપવાની જાહેરાત કરી હોવાથી હવે મદદ નહિ મોકલવા વિનંતી કરવામાં આવે છે.
અલ્લાહ તઆલા આ સખીદાતા ની સખાવત તેની બારગાહ માં કબુલ કરે અને એનો ઉત્તમ બદલો બંને જહાં માં આપે. આમીન.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામની કન્યા શાળા માં ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. તથા સરકારના ઘેર ઘેર શૌચાલય અંતર્ગત શૌચાલય વિહીન મકાનો માં શૌચાલય બનાવવાનું ખાતમુર્હુત જિલ્લા પંચાયત ના ડી. આર. ડી. એ. શાખાના નિયામક શ્રી ગામિતસાહેબ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ના ડી. આર. ડી. એ. શાખાના નિયામક શ્રી ગામિતસાહેબ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબ, સર્કલ ઇકબાલભાઇ, ડી. આર. ડી. એ. તથા એન. આર. જી. શાખાના સ્ટાફગણ, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સરપંચ ઇકબાલ કબીર, ડે. સરપંચ અલ્તાફ, તથા સભ્યો તથા મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ હાજર રહ્યા હતા. મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ તથા ગામીત સાહેબે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.