Author: Mustak Daula
Nikah function
Nikah function of Zafar S/O Late Gulambhai Ghodiwala [KP] held today at Jumma Masjid Tankaria after Jumma prayer. He is married with the daughter of Sapa Yunus Ismail.
Congratulation to both family.

Lailatul Qadra [27 th Taravih]
સમગ્ર ટંકારીઆ અને પંથક માં શબે કદ્દર ની શાનદાર ઉજવણી કરાઈ
પવિત્ર રમઝાન માસ તેના આખરી તબક્કામાં પહોંચી ગયો છે. આખા રમઝાન માસ માં તરાવીહ ની વિશિષ્ઠ નમાજ પઢવામાં આવે છે અને તેમાં કુરાન શરીફને તબક્કા પ્રમાણે પઢવામાં આવે છે. અને માસ ની ૨૭ મી રાત્રીએ કુરાન શરીફને પૂરું કરવામાં આવે છે. આ રાત્રિને શબે કદ્દર ના નામથી ઓળખાય છે. આ રાત્રી એ મુસ્લિમ બિરાદરો આખી રાત જાગીને અલ્લાહ ની ઈબાદતો માં વ્યસ્ત રહે છે અને હદીસના બોધ અનુસાર આ રાત્રિની ઈબાદત ૧૦૦૦ મહિનાની ઈબાદત ના બરાબર હોય મુસ્લિમ બિરાદરો તરાવીહ બાદ ઈબાદત કરવામાં મગ્ન થઇ જાય છે. તો આ શબે કદ્દર ની ઉજવણી ગત રોજ ટંકારીઆ તથા સમગ્ર પંથક માં પરંપરાગત રીતે કરવામાં આવી હતી. તમામ મસ્જિદો માંથી “અલવિદા અલવિદા માંહે રમઝાન અલવિદા’ ના તરાના ગુંજી ઉઠ્યા હતા અને બિરાદરો એ રમઝાન ના અલવિદા થવાના ગમ સાથે આંખો માંથી અશ્રુ ઓ સાથે અલવિદા ના તારાનાઓ પઢ્યા હતા. મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં અલ્લાહ ની ઈબાદત કરવામાં મશગુલ જણાયા હતા.
આજથી બે રાત્રી સુધી તરાવીહની નમાજ માં બે દિવસ માં કુરાન શરીફ પૂરું કરવામાં આવશે જેને શબીના તરાવીહ થી ઓળખવામાં આવે છે જે ટંકારીઆ તથા પંથક માં ફક્ત જુમ્મા મસ્જિદ ટંકારીઆ માં પઢાવવામાં આવે છે. તો આજથી શબીના તરાવીહ નો લુત્ફ પણ ટંકારીઆ તથા પંથક ના લોકો ઉઠાવશે
Look various Masjid’s Pics from Tankaria.
JAMA MASJID
NOORANI MASJID
MAKKA MASJID

MADINA MASJID
FAIZ MASJID
MASJID E MUSTUFAIYYAH
Lailatul Qadr
The night of Laylatul Qadr (the Night of Power / Decree) in Ramadan is of a great significance. The Holy Quran was sent down in this night. Angels descend in this night. This night is better than a thousand months. Whatever good deeds you do in this night, it’s like you did it for 1000 months ! Authentic Hadiths say that Laylat-al-Qadr happens in the last 10 days of Ramadan (in an odd night). There is strong scholarly opinion that it is mostly on 25th, 27th or 29th night of the Ramadan. Don’t miss it!
Various parts of the world celebrating Lailatul Qadr today. Pls. make dua for whole Ummah.
Gulam Vali Samli Passed away..
INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 11AM. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.
પવિત્ર રમજાન માસ ના અંતિમ તબક્કા માં ઇફ્તારી નો લુત્ફ ઉઠાવતા મુસ્લિમ બિરાદરો
મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે રમજાન માસ ચાલી રહ્યો હોય ત્યારે ટંકારીઆ અને પંથકમાં મસ્જિદો માં વિવિધ રંગબેરંગી લાઈટ ડેકોરેશન થી શણગારવામાં આવી છે. રોજા નમાજ તથા તરાવીહ ની વિશેષ નમાજ નમાજ અદા કરતી વેળાએ મસ્જિદોમાં ભારે ભીડ એકત્ર થાય છે. બંદગીમયવાતાવરણમાં ઢળતી સાંજે રોઝા છોડવાના સમય દરમ્યાન વિવિધ જગ્યાઓએ સામુહિક રોઝા ઇફ્તારીના પ્રોગ્રામ પણ યોજાય છે. અવનવી વાનગીઓ પીરસી રોઝદાર ને રોજા ઈફ્તાર કરાવવામાં આવે છે.
આ પવિત્ર માસના ૩૦ દિવસોમાં પ્રથમ દસ દિવસ રહેમતના તથા ત્યારબાદ ના દશ દિવસ મગફેરતના એટલેકે પોતાની કરેલી ભૂલોની માફી માંગવાના તથા આખરી દશ દિવસો જહન્નમ થી મુક્તિ માટેના છે. કોઈ આ દિવસોની બરકતોથી મહેરુમ ના રહી જાય તે માટે સમગ્ર રમઝાન માસના રોઝા નાબાલિગ તથા સખત બીમાર સિવાય દરેક માટે ફર્ઝ્ છે. પુરા માસ દરમ્યાન રોઝા, નમાજ તથા વિશિષ્ટ નમાજ તરાવીહ સાથે ઝકાત, સદકા તથા ખૈરાત આપવાનું ખુબજ મહત્વ છે. આમ રમઝાન માસ અલ્લાહ ની બંદગી અને ઈબાદત કરવાનો હોય છે જેને મુસ્લિમ બિરાદરો હૃદયપૂર્વક રોઝા રાખી માનવતા હોય છે.
પવિત્ર રમઝાન માસ માં સામુહિક ઇફ્તારીનો લુત્ફ ઉઠાવતા મુસ્લિમ બિરાદરો નીચેની તસ્વીરોમાં નજરે પડે છે.

TANKARIA WEATHER











