Lailatul Qadra [27 th Taravih]
સમગ્ર ટંકારીઆ અને પંથક માં શબે કદ્દર ની શાનદાર ઉજવણી કરાઈ
પવિત્ર રમઝાન માસ તેના આખરી તબક્કામાં પહોંચી ગયો છે. આખા રમઝાન માસ માં તરાવીહ ની વિશિષ્ઠ નમાજ પઢવામાં આવે છે અને તેમાં કુરાન શરીફને તબક્કા પ્રમાણે પઢવામાં આવે છે. અને માસ ની ૨૭ મી રાત્રીએ કુરાન શરીફને પૂરું કરવામાં આવે છે. આ રાત્રિને શબે કદ્દર ના નામથી ઓળખાય છે. આ રાત્રી એ મુસ્લિમ બિરાદરો આખી રાત જાગીને અલ્લાહ ની ઈબાદતો માં વ્યસ્ત રહે છે અને હદીસના બોધ અનુસાર આ રાત્રિની ઈબાદત ૧૦૦૦ મહિનાની ઈબાદત ના બરાબર હોય મુસ્લિમ બિરાદરો તરાવીહ બાદ ઈબાદત કરવામાં મગ્ન થઇ જાય છે. તો આ શબે કદ્દર ની ઉજવણી ગત રોજ ટંકારીઆ તથા સમગ્ર પંથક માં પરંપરાગત રીતે કરવામાં આવી હતી. તમામ મસ્જિદો માંથી “અલવિદા અલવિદા માંહે રમઝાન અલવિદા’ ના તરાના ગુંજી ઉઠ્યા હતા અને બિરાદરો એ રમઝાન ના અલવિદા થવાના ગમ સાથે આંખો માંથી અશ્રુ ઓ સાથે અલવિદા ના તારાનાઓ પઢ્યા હતા. મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં અલ્લાહ ની ઈબાદત કરવામાં મશગુલ જણાયા હતા.
આજથી બે રાત્રી સુધી તરાવીહની નમાજ માં બે દિવસ માં કુરાન શરીફ પૂરું કરવામાં આવશે જેને શબીના તરાવીહ થી ઓળખવામાં આવે છે જે ટંકારીઆ તથા પંથક માં ફક્ત જુમ્મા મસ્જિદ ટંકારીઆ માં પઢાવવામાં આવે છે. તો આજથી શબીના તરાવીહ નો લુત્ફ પણ ટંકારીઆ તથા પંથક ના લોકો ઉઠાવશે
Look various Masjid’s Pics from Tankaria.
JAMA MASJID
Leave a Reply