ટંકારીઆ તથા સમગ્ર પંથકમાં આજે સાંજે ૪ વાગ્યા ના સુમારે વરસાદ વરસતા તાપમાન નો પારો ગગડી ને આશરે ૨૮ ડિગ્રી સેલ્સિયસ જેટલો થઇ જતા પંથક ને ગરમી થી રાહત મળી હતી.

ટંકારીઆ નગર તેમજ આજુબાજુના ગામોમાં આજે સાંજે વરસાદ પડતા તાપમાન માં આહલાદક ઠંડક પ્રસરી જતા નગરજનો ને ગરમીથી છુટકારો મળ્યો છે. વિદાય લેતા ચોમાસાના અંતિમ તબક્કામાં ગાજવીજ સાથે પડતા વરસાદને ગામના વડીલો ગામથી ભાષામાં જેને દિવાળીનું માવઠું કહે છે. આ માવઠામાં પણ મતમતાંતરો છે. કોઈ કહે છે કે આ ખેતી માટે સારું કહેવાય તો કોઈ કહે છે કે આ ખેતીને નુકશાન કરશે. હવે જે થાય તે અલ્લાહ ની મરજી થીજ થશે.

આ વરસાદ વિજ્ઞાની ઓના જણાવ્યા મુજબ બે ઓફ બંગાળ માં એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનવાને કારણે આ વરસાદ વરસી રહ્યો છે. જોકે દિવાળી એકદમ નજીક માં આવી રહી હોવા છતાં વરસાદ વરસી રહ્યો હોવાથી લોકો ટકોર કરી રહ્યા છે કે શું? દિવાળીના તહેવાર માં પણ છત્રી અને રેઇનકોટ પહેરીને નીકળવું પડશે?

CLICK HERE FOR RAINING IN TANKARIA

જાણે ઉનાળાની ગરમી જેવી ગરમીથી સેકાતા ટંકારીઆ ના ગ્રામજનો માટે આજે સવારમાં દિવાળીનું માવઠું થતા વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી છે. ખેડૂતો નું કહેવું છે કે આ માવઠું ખેતી માટે ઘણું ઉપયોગી કહેવાય. અલ્લાહ તેની રહેમત આપણા સૌ પર વરસાવતા રહે. આમીન….

ભરૂચ તાલુકાના ટંકારીઆ તથા પંથક માં યવમે આશુરાની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી.
સત્ય કાજે પોતાના તથા પોતાના જાનિશારો ના પ્રાણ ની આહુતિ આપનાર હઝરત ઇમામ હુસૈન ર. અ. ની યાદ માં ટંકારીઆ ગામે આજરોજ ૧૦ મી મહોર્રમ એટલેકે યવમે આશુરા ની સવારમાં જ જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં વિશિષ્ઠ નફિલ નમાજ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા. મુસ્લિમ બિરાદરોએ નવાફીલ ની અદાયગી સાથે સાથે આશુરાની દુઆ, તથા વિશિષ્ઠ દુઆ ઓ માંગવામાં આવી હતી. અને ત્યાર બાદ ઝીકરો અસગાર તથા સલામ પેશ કરી કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
ગામના પાદરમાં તથા વિવિધ સ્થળોએ શરબતની શબીલ ની વ્યવસ્થા નવયુવાનો દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બિરાદરો એ ૯ તથા ૧૦ માહોરરમ ના રોઝા પણ રાખ્યા હતા.

A team from Hibbert Community Centre and ZADA Elder Group, Bolton, UK are going on a tour of Istanbul, Turkey. From a total of 14 members, 7 are from Tankaria (Yakubbhai Menk, Faruk Ughradar, Ibrahimbhai Bachcha, Rehmatullah Bhaloda, Ayyubbhai Bhaloda, Ayyubbhai Vasta and Yusufbhai Lalla Master). Others are from Ikhar and Manch villages.

Media supporter: Britasian Buzz ( B Buzz )

 

મુસ્લિમો નો હાલ માં ચાલી રહેલ પવિત્ર મહોર્રમ માસ ની ઉજવણી મહોર્રમ માસ ના પ્રથમ ચાંદ થી જ સાદગી રીતે કરવામાં આવી રહી છે. આમ તો હિજરી પ્રમાણે પ્રથમ માસ મહોર્રમ એટલેકે મુસ્લિમો નું નવું સાલ ચાલુ થાય છે. અને મહોર્રમ માસ ના પ્રથમ ૧૦ દિવસો નો મહિમા અનેરો હોય છે. આશરે ૧૪૦૦ વર્ષ પહેલા સત્ય ના કાજે પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ આપી અસત્ય સામે શીશ નહિ ઝુકાવનાર અને સત્યનો અનેરો સંદેશ આપનાર હજરત ઇમામ હુસૈન ર. અ. તથા તેમના જાંબાજ સાથીઓ ની યાદ માં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા સદીઓ ના વહેણ વીતી ગયા છતાં પણ આજે મહોર્રમ માસ ની પરંપરાગત ઉજવણી કરે છે.  જે અંતર્ગત ટંકારીઆ ગામની જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં ઈશા ની નમાજ બાદ ઇમામ હુસૈન ની શાન માં તકરીરના પ્રોગ્રામ પહેલી મહોર્રમ થી ૧૦ મી મહોર્રમ સુધી કરવામાં આવશે. જેમાં જામા મસ્જિદ માં કારી ઇમરાન સાહબ તથા  મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં મુફ્તી નૂર સઇદ સાહેબ  કરબલાના શહીદો ની શહીદી ગાથા પર પ્રકાશ પાડતા બયાનો કરે છે. આ બયાનો સાંભરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડે છે.

તથા ૧૦ મી મહોર્રમ ના દિવસે સવારે આ બંને મસ્જિદો માં વિશિષ્ઠ નવાફીલ નમાજો, ઝીકરો અસગાર તથા દુઆઓ નો પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે. તો આ વખતે તારીખ ૧/૧૦/૧૭ ના રવિવારના રોજ બંને મસ્જિદોમાં સવારે ૮ કલાકે આ પ્રોગ્રામ બંને મસ્જિદો માં યોજાશે.