1 … 26 27 28 29 30 … 429

Mariam Ismail Ebrahim [Mother of Shaheen, Adnan, Nazeem, Adam and RoshinAra Ebrahim] passed away at Cape-Town [South Africa] Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will helda t Zeenatul Islam Masjid after Jumma prayer tomorrow. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen……… 

Sitting arrangement for Taziyat is at Abdulkaka Abhli house.  

Discussion

  • Mubarak Adam Ghodiwala on Thursday 18 December 2025

    Inna lillahi wainna ilayhi rajeun...
    Allah give her best place in Jannah...aamin

કસ્બા ટંકારીઆમાં નાના પાદર વાંતરસ રોડ ઉપર એકદમ નવી બંધાયેલી મસ્જિદ – મસ્જીદે સિદ્દીકે અકબરનો ઇફ્તેતાહ પ્રોગ્રામ આજરોજ અસર ની નમાજ પઢી કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી ફૈઝીયાબ થયા હતા.
આ અઝીમુશ્શાન પ્રસંગે વયોવૃદ્ધ મૌલાના વ મુફ્તી સૈયદ કમરુદ્દીન પીરઝાદા સાહેબ પધારી તેમના તથા ભરૂચ થી પધારેલા આફ્તાબ બાવા સાહેબ તેમજ પાટણવાળા બાવાસાહેબ અને જામા મસ્જિદના ખાતીબો ઇમામ મૌલાના અબ્દુર્રઝાક સાહેબના વરદ હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અસર ની નમાજ જમાત સાથે આ મસ્જિદમાં અદા કરવામાં આવી હતી. બાદમાં મુખ્તસર નાત શરીફ બાદ આ મસ્જિદના ઇમામ સાહેબે ખુસુસન દુઆ ફરમાવી, સલાતો સલામનો ગુલદસ્તો પેશ કરી પ્રોગ્રામની પુર્ણાહુતી થઇ હતી. બાદમાં મસ્જિદ બહાર ગ્રામજનોને ભેગા કરી વક્ફ બોર્ડના “ઉમ્મીદ” પોર્ટલ વિષે વિસ્તૃત ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.
પ્રોગ્રામ બાદ તમામ ગ્રામજનો ના મોઢે ખુશી ની છાલક વર્તાતી નજરે પડી હતી.

 

Discussion

No comments yet.

આજરોજ ૧૪/૧૨/૨૦૨૫ ને રવિવારના રોજ બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના ગ્રીન લોન આચ્છાદિત ક્રિકેટ મેદાન પર સમગ્ર મુસ્લિમ સમાજ માટે મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે. સદર ટુર્નામેન્ટ ની ઉદ્ઘાટન સમારંભ આજરોજ મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તિલાવતે કુરાનથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ માજી ઇન્ડિયન ક્રિકેટર રશીદ પટેલે તેમના ઉદ્બોધનમાં ટુર્નામેન્ટના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને આ ટુર્નામેન્ટ એખલાસ અને ખેલદિલી સાથે પરિપૂર્ણ થવાની શુભકામના પાઠવી હતી.
અંતમાં માજી ક્રિકેટર રશીદ પટેલ દ્વારા રીબીન કાપી ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રશીદ પટેલ, રણજી ખેલાડી લુકમાન મેરીવાળા, સોયેબ સોપારીયા ઉપરાંત માજી રણજી ક્રિકેટર સલીમ વૈરાગી તથા સુલેમાનભાઈ પટેલ, મુબારકભાઈ ડેરોલવાલા, માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, સઇદ બાપુજી, વિધેંશ થી પધારેલા ઈકબાલ ધોરીવાલા, મુસ્તાક ટટ્ટુ, મુસ્તુફાભાઈ ખોડા, માજી સરપંચ આરીફ પટેલ તેમજ ગામ પરગામથી ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત મીડિયા કર્મીઓ પણ હાજર રાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝાકીરહુસૈન ઉમતા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Discussion

No comments yet.

એ……. ચમને મુસ્તુફાબાદ…….. તું સદાય આબાદ રહેજે………. આબાદ રહેજે……..

આપણા ગામના અને સાઉથ આફ્રિકા ખાતે સ્થાયી થયેલા હમઝા સાજીદ હીરા [બરકાલવાળા] એ જહોનનીસબર્ગ યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ની ડિગ્રી પ્રાપ્ત કરી ગામનું નામ રોશન કર્યું છે.

Hamza Sajid Hira [Barkalwala] from our village and settled in South Africa had completed his MBBS degree from University of Johannesburg. The name of the village Tankaria has been shone again by another achievement from one of our student in the field of medicine 

Discussion

No comments yet.

Our village has produced various stars in various fields. One such Dr. Adnan Abdulsamad Vali Larya completed his Bachelor of Dental Surgery from the University of the Western Cape – Cape Town [South Africa]. Which is  pride for our village.

Congratulation Adnan –  Abdulsamad and entire Larya family. 

Discussion

No comments yet.

ટંકારીઆમાં નાના પાદર ખાતે દેશ વિદેશના સખીદાતાઓના સહયોગથી અદ્યતન નવી નક્કોર તામીર પામેલી મસ્જિદ એ સિદ્દીકે અકબરનો ઇફ્તેતા પ્રોગ્રામ [ઉદ્દઘાટન પ્રોગ્રામ] તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ અસરની નમાજ પઢીને કરવામાં આવશે. આ ઉદ્દઘાટન પીરે તરિકત અલ્લામા સય્યદ કમરુદ્દીનસાહેબ પીરઝાદાના હસ્તે કરવામાં આવશે. તો આપ સૌને આ ઉદ્દઘાટન પ્રસંગે જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. તો આપ સૌ પધારી આ મસ્જિદનો ઉદ્ઘાટનનો હિસ્સો બનશો એવી વિનંતી સહ……..
મસ્જિદ – મદ્રસ્સા કમિટી – ટંકારીઆ.

Discussion

No comments yet.

આપણા ગામની અને મુન્દ્રા [કચ્છ] ખાતે શાદી બાદ સ્થાયી થયેલી ડો.શબનમ ગુલામ ઉમરજી માસ્ટર ઇપલી (MBBS, MS Ophthalmology – આંખના રોગોના નિષ્ણાંત- સર્જન ) અને તેમના જીવનસાથી ડો. હનીફભાઇ આગરીયા (M.B.B.S. – M.D. [Medicine]) દ્વારા અદ્યતન ટેક્નોલોજી ધરાવતી આગરીયા મેડિસિન અને આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન મુન્દ્રા [કચ્છ] ખાતે ગત રોજ કરવામાં આવ્યું હતું. આ થકી અમો ઇપલી ફેમિલીને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ. ડો. શબનમ મુન્દ્રા [કચ્છ] અને આસપાસના વિસ્તારોમાં પોતાની સેવાઓ દ્વારા ગામ ટંકારીઆ અને ભરૃચી વહોરા પટેલોનું નામ રોશન કરે એવી શુભેચ્છા……..

Discussion

  • ગુલામ ઈપલી on Monday 8 December 2025

ટંકારીઆમાં નાના પાદર ખાતે દેશ વિદેશના સખીદાતાઓના સહયોગથી અદ્યતન નવી નક્કોર તામીર પામેલી મસ્જિદ એ સિદ્દીકે અકબરનો ઇફ્તેતા પ્રોગ્રામ [ઉદ્દઘાટન પ્રોગ્રામ] તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ અસરની નમાજ પઢીને કરવામાં આવશે. આ ઉદ્દઘાટન પીરે તરિકત અલ્લામા સય્યદ કમરુદ્દીનસાહેબ પીરઝાદાના હસ્તે કરવામાં આવશે. તો આપ સૌને આ ઉદ્દઘાટન પ્રસંગે આમંત્રણ પાઠવવામાં આવે છે. તો આપ સૌ પધારી આ મસ્જિદનો ઉદ્ઘાટનનો હિસ્સો બનશો એવી વિનંતી સહ……..
મસ્જિદ – મદ્રસ્સા કમિટી – ટંકારીઆ.

Newly built Masjid, Masjid-e-Siddike Akbar’s Ifteta Program [Inauguration Program]  will be conducted on Sunday 14 December 2025 at Nana Padar in Tankaria at Asr prayer, Masjid built up with the support of donors from home and abroad. This inauguration will be done by Peer Tariqat Allama Syed Kamaruddin Saheb Pirzada. So you all are invited to this inaugural event. So all of you are requested to come and be a part of the inauguration of this Masjid. 

Discussion

No comments yet.

1 … 26 27 28 29 30 … 429