India Time
My Tankaria TANKARIA WEATHER

ટંકારીઆ નું ગૌરવ
ભરૂચ જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ ની નિમણુંક આપણા ગામના જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રીમતી મરિયમબેન મકબુલ અભલીની વરણી આજરોજ કરવામાં આવતા સમગ્ર ગામમાં ખુશીનું મોજું પ્રસરી જવા પામ્યું છે.

જેની વર્ષોથી તમન્ના હતી કે ગામમાં મીઠું પાણી રેગ્યુલર મળે કે જેથી ગ્રામજનો ના આરોગ્ય ને પાણીજન્ય રોગો ના થાય અને નગરજનો ને શુદ્ધ અને મીઠું પાણી મળે. જે હેતુથી ટંકારીઆ નગરના સામાજિક કાર્યકરો જેવા કે ઇબ્રાહિમ મામા દાદુભીખા, અલ્તાફ ગાંડા, સિરાજ ઢબુ, મહમદ ઇપલી, ગુલામમાસ્ટર ઉમરજી ઇપલી, યાસીન શંભુ, અઝીઝ બશેરી, સલીમ ઉમતા, ઉસ્માન લાલન વિગેરેનાઓ એ તથા નામી અનામી ગ્રામજનો તરફથી આ મીઠા પાણી ને ગામમાં લાવવાનું બીડું ઝડપ્યું હતું. જે કામ આજરોજ પરિપૂર્ણ થઇ જતા તેનું વિધિવત ઉદ્ઘાટન સલીમ હાફેઝી વાંતરસાવાળા દ્વારા ફાતેહા ખવાની કરી કરવામાં આવતા ગ્રામજનોમાં ઉત્સાહ ફેલાઈ જવા પામ્યો હતો. જેમાં ઘણા નામી અનામી લોકોએ તન, મન અને ધન થી પણ સહકાર આપ્યો હતો. જેમને આ થકી ટંકારીઆ નગરજનો વતી આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવીએ છીએ. આ પાણી શનિવારથી ગામલોકોને વિસ્તરણ કરવામાં આવશે.

ધોધમાર વરસાદે ટંકારીઆ નું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું

આજરોજ ટંકારીઆ તથા સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ બપોરે ૩ વાગ્યાના સુમારે શરુ થઇ ગયો હતો. એટલો જોરદાર અને સ્પીડ થી પડતા આ વરસાદને પગલે જેની દહેશત હતી એવા ટંકારીઆ ના પાદરમાં સર્વત્ર પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં તથા પાદરમાં આવેલી દુકાનો માં પાણી ભરાઈ જવા પામ્યું હતું. જેને પગલે આ દુકાનવાળા ઓ ને તાત્કાલિક દુકાનો ખાલી કરવાનો વારો આવ્યો હતો.તથા પાદર માં આવતો વાહન વ્યવહાર પણ ઠપ થઇ જવા પામ્યો હતો.આમ ધોધમાર વરસાદે સમગ્ર પંથક ને રગદોરી દીધું હતું. લોકો કુતુહલવશ પાદરમાં ભેગા થઇ વરસાદનો આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા.

જ્જ્બ એ ઇશ્ક બતા વકત વો કૈસા હોગા
સામને જબ મેરે સરકાર કા રોઝા હોગા.

Assalamu alaykum warahmatullahe wabarkatuhu 

Inshallah I, MUSTAK AHMED SULEMAN DAULA will be leaving for Hajj on 22nd July 2018 with my wife.
 I would like to take this opportunity to apologise to everyone  that, I have ever hurt in any way, shape or form and I ask you to forgive me for any hurt caused by me,  knowingly or unknowingly.

Please make dua for us that our Hajj and the Hajj of others that are going is accepted, the Hajj of those that went before and the Hajj of those that will go in future is accepted.

હું મુસ્તાકઅહમદ સુલેમાન દૌલા તા. ૨૨ જુલાઈ ૨૦૧૮ ના રોજ મારી પત્ની સાથે હજ એ બૈતુલ્લાહ જવા રવાના થવાના છે. ઇન્શા અલ્લાહ.
તો આ થકી હું આપની પાસે માફી નો તલબગાર છું. તેમનો કે જેમને મારાથી કોઈ પણ પ્રકારની જાણતા તથા અજાણતા તકલીફ થઇ હોય, કઈ બોલાઈ ગયું હોય, કઈ ભૂલ થઇ ગઈ હોય, તો આપ મને માફ કરી આપશો. અને મારા માટે તંદુરસ્તી અને આઁફિયત સાથે હજ ની અદાયગી કરું તેવી દુઆએ કરશો.
અમારા માટે તથા આ વર્ષે હજ ની અદાયગી કરનાર તમામ હુંજ્જાજ તથા જેમને આ પહેલા હજ કરી હોય તેમની તથા ભવિષ્યમાં જેઓ હજ કરશે તેમની હજ અલ્લાહ તઆલા કબૂલ મકબુલ ફરમાવે એવી દુઆઓ બારગાહે રબ્બુલ ઇઝ્ઝત માં ગુજારશો. અલ્લાહ તેના પ્યારા હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકા માં તમામ મોમીનો ને હજ નશીબ કરે. 

આમીન.

અલહમદો લીલ્લાહ ભીષણ ગરમી બાદ આજે અસર ના સમયે અલ્લાહ ની રહેમત મન મૂકીને વરસી રહી છે. મોસમનો પ્રથમ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ માં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. અલ્લાહ તેની રહેમત સાથે નો વરસાદ વરસાવે અને ખેત ખાલિયાનો ને આબાદ કરે એજ દુઆ. નાના ભૂલકાઓ આ વરસતા વરસાદમાં માથે છત્રી ઓઢવાને બદલે વરસાદમાં નાહવાનો આનંદ લેતા નજરે પડે છે. 

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે રવિવારના રોજ ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ શરીફ જનાર હુંજ્જાજ ભાઈ બહેનો માટે હજ તથા ઉમરાહના અરાકાનો સહી તરીકા થી એડા કરી શકે તે માટે નો તાલીમ કેમ્પ આજરોજ દારુલ ઉલુમ અશરફીયા ના પટાંગણ માં આવેલ મસ્જિદ એ મુસ્તુફાઇય્યાહ માં યોજવામાં આવ્યો હતો. જેમાં હજ કરવા જનાર ગામ તથા પરગામના હાજી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
હજ તથા ઉમરાહ નું પ્રેક્ટિકલ માર્ગદર્શન અનુભવી આલીમો દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ હાજી ભાઈ બહેનો માટે જમવાની વ્યવસ્થા દારુલ ઉલુમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.