સમગ્ર ભરૂચ જિલ્લો અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ પર

આજે સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને આગામી ૫ દિવસ સુધી આવી પરિસ્થિતિ રહી શકે છે એવું હવામાન ખાતાએ જાહેર કરતા ભરૂચ કલેક્ટરે વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને લઈને આજે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જાહેર રજા ઘોસિત કરી છે. જિલ્લા વડાએ એમ પણ જણાવ્યું છે કે, બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવાની સલાહ પણ જાહેર કરી છે. જોકે આજે વહેલી સવારે ભારે વરસાદ ખાબક્યો હતો, પરંતુ આ લખાણ લખાય છે ત્યારે [સવારે ૧૦:૩૦ કલાકે] નજીવી વરસાદની છાંટો ચાલુ છે. પરંતુ વાદળોની પરિસ્થિતિ જોતા વરસાદ ગમે ત્યારે ખાબકી શકે છે. ભરૂચ તાલુકાના ઉત્સાહી મામલતદાર માધવીબેન મિસ્ત્રી પણ આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. અને ગામે ગામ સતત સંપર્કમાં રહે છે. ટંકારીઆ ગામના ડેપ્યુટી સરપંચ સફવાન ભુતાએ પણ ગામ લોકોને જરૂરત વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે (અને ખાસ કરીને નાના બાળકોને). જિલ્લા તંત્ર પણ એકદમ સાવધપણે આ પરિસ્થિતિને પહોંચી વળવા યુદ્ધના ધોરણે લાગી ગયું છે.
અલ્લાહ રહેમત નો વરસાદ નાઝીલ કરે એવી દુઆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*