ટંકારીઆ હાઈસ્કૂલનું એસ.એસ.સી. નું ૮૩% ગૌરવપૂર્ણ પરિણામ આવ્યું

આજે ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડનું એસ.એસ.સી. નું પરિણામ જાહેર થયું છે. ટંકારીઆ હાઈસ્કૂલનું ૮૩% પરિણામ મેળવી સફળતા હાસિલ કરી છે. શાળાના કુલ ૨૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૭૭ વિદ્યાર્થીઓએ સફળતા હાસિલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
શાળામાં પ્રથમ ક્રમે ભુતા મારીયાહ ઉસ્માનગની ૯૨.૩૩% દ્વિતીય ક્રમે ખાંધિયા આયશા અન્વરભાઈ ૯૧.૮૩% તથા તૃતીય ક્રમે પટેલ સારા સાજીદ ૯૧.૫૦% સાથે ઉત્તીર્ણ થયા છે.
શાળાના માનદ ચેરમેન અબ્દુલ્લાહ ભુતા તથા આચાર્ય ગુલામ પટેલ અને શાળાના શિક્ષકગણે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*