ટંકારીઆમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

આજે તા.૧૮ માર્ચ ૨૦૨૬ ને બુધવારના રોજ ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ ટંકારીઆ દારુલ ઉલુમ હોલમાં યોજવામાં આવ્યો હતો. સરકારનો છેવાડાનો કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ના રહે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટંકારીઆ ગામના તથા આજુબાજુના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
ડેપ્યુટી સરપંચ સફવાન ભુતા તથા ગામ તલાટી ઘનશ્યામભાઈ તથા ગ્રામજનો સાથ-સહકાર માટે સતત હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*