ટંકારીઆ પ્રાથમિક કન્યાશાળા [મુખ્ય] તથા કુમારશાળા [બ્રાન્ચ] માં પ્રવેશોત્સવ યોજાયો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ પ્રાથમિક કન્યાશાળા [મુખ્ય] તથા કુમારશાળા [બ્રાન્ચ] માં ધોરણ ૧ તથા બાળવાટિકામાં નવા દાખલ થતા બાળકોનો આવકાર પ્રવેશોત્સવ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓમાં સરોજબેન પ્રજાપતિ ભરૂચ (CDPEO – bharuch)  તથા નયનાબેન ઠાકોર [પાપા પગલી ભરૂચ] તેમજ દિપકકુમાર ચૌહાણ, ગામના તલાટી ઘનશ્યામભાઈ તેમજ નવનિયુક્ત સરપંચ મંગાભાઇ વસાવા, પંચાયત સભ્ય, સફ્વાન ભુતા, પંચાયત સભ્ય ઈકબાલ સાપા તેમજ પંચાયતના અન્ય સભ્યો તેમજ ગામના સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, અઝીઝ ભા, સલીમ ઉમતા,  તથા શાળાના શિક્ષકો, બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળામાં નવા દાખલ થનાર બાળકોને ચોકલેટ તથા અભ્યાસ ઉપયોગી વસ્તીઓનું વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શાળામાં નવા શેક્ષણિક સત્રની શરૂઆત થતા બાળવાટિકા તથા ધોરણ ૧ માં અભ્યાસ માટે નાના ભુલકાંઓનું આગમન થતું હોય છે. અને શાળામાં નવા દાખલ થતા બાળકોને શાળામાં આવકારવા પ્રવેશોત્સવ યોજાય છે. વિવિધ દાતાઓ તરફથી બાળકોને અભ્યાસ ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. શાળાઓમાં શિક્ષણ સાથે યોજાતા આવા વિવિધ કાર્યક્રમોથી બાળકોમાં ભણવા પ્રત્યે ઉત્સાહનો સંચાર થાય છે. જેથી શાળાઓમાં યોજાતા આવા કાર્યક્રમ આવકારદાયક ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*