અસ્સલામુ અલયકુમ.
ટંકારીઆ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની સેવાઓ આપી માનભેર નિવૃત્ત થયેલા મૂળ ઇખર ગામના રહેવાસી એવા અઝીઝ સાહેબ મલ્લુનું સાઉથ આફ્રિકામાં અવસાન થયું છે એ દુઃખદ સમાચાર જાણી આઘાતની લાગણી થઇ.
મર્હુમ અઝીઝ સાહેબ ખરેખર હરદિલ અઝીઝ હતા. તેમનો અત્યંત વિનમ્ર સ્વભાવ અને એમની મૃદુ ભાષાના કારણે તેઓ હંમેશાં યાદ રહેશે. નિવૃત્તિ પછી પણ ટંકારીઆ ગામ સાથેનો તેમનો સંબંધ અતૂટ રહ્યો હતો. પ્રસંગોપાત તેઓ ટંકારીઆ ગામની મુલાકાત લેતા રહેતા હતા એ એમને ટંકારીઆ હાઇસ્કૂલ, ટંકારીઆ ગામ, અને ટંકારીઆના લોકો પ્રત્યે કેટલો આદરભાવ અને પ્રેમ હતો એ બતાવે છે.
અલ્લાહ તઆલા મર્હુમની મગફીરત ફરમાવી જન્નતમાં આલા મકામ અતા ફરમાવે એવી દુઆઓ છે.
ઝાકીર હુસેન ઉમટા.
માજી સરપંચ ટંકારીઆ.