ટંકારીઆ માં ૫૬.૩૭% મતદાન થયું
લોકશાહીના મહાપર્વ તરીકે ઓળખાતી લોકસભાની ની ૨૦૧૯ ની ચૂંટણી આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાઈ હતી. આ ચૂંટણી મહત્વની ચૂંટણી હોય મતદારોમાં મત આપવાનો ઉત્સાહ અતિ અનેરો હતો. આ વખતે નવા ઉમેરાયેલા મતદારો પણ અતિ ઉત્સાહમાં મતદાન કરતા નજરે પડ્યા હતા. ટંકારીઆ ગામે આ વખતે કુલ ૮ મતદાન મથકો હતા. જેમાં કુલ મતદારોની સંખ્યા ૮૦૬૬ છે જેમાંથી કુલ ૪૫૪૭ મતદારોએ મતદાન કર્યું હતું આમ કુલ ૫૬.૩૭% મતદાન થયું હતું. ટંકારીઆ ગામે ગુજરાત ટુડે ના તંત્રી અઝીઝ ટંકારવી સાહેબે પણ ટંકારીઆ ગામે આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે મત ગણતરી ૨૩ મેં ના રોજ થશે.


TANKARIA WEATHER
















Leave a Reply