સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ
આખા ગુજરાતને .ચોમાસાના વરસાદે પાણી પાણી કરી દીધું છે, સતત વરસી રહેલા વરસાદને પગલે નદી – નાળાઓ છલકાઈ ગયા છે અને પાણી નો પ્રવાહ અવિરત રીતે વહી રહ્યો છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ સતત ચાલુ છે.
ટંકારિયામાં પણ ચારોકૉર પાણી પાણી થઇ ગયું છે. પાદરમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાના અહેવાલ સાંપડ્યા છે. જ્યાં નજર દોડાવો ત્યાં પાણી જ નજરે પડે છે.


TANKARIA WEATHER









