Monthly Report Anjuman Hospital-Tankaria

TANKARIA WEATHER
ટંકારીઆ ની સર ઝમીં પર આરામ ફરમાવી રહેલા પીર હાસમશાહ [રહ.] નો વાર્ષિક સંદલ શરીફનો પ્રોગ્રામ ગઈકાલે રાત્રે ઈશાની નમાજ બાદ યોજાયો હતો. જેમાં નાત શરીફ, સલાતો સલામ તથા ઝિક્ર નો પ્રોગ્રામ યોજાયો હતો. અને ડેલાવાળા નવયુવાનો દ્વારા ન્યાજ પણ રાખવામાં આવી હતી. અકીદતમંદોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી ફૈઝયાબ થયા હતા.

















ટંકારીઆ ગામના મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] વખતો વખત પ્રગતિના પંથે જઈ રહ્યું છે. ગામના દાનવીર આદમભાઇ લાલી એ તથા પૂર્વ જિલ્લા કલેક્ટર પાંડે સાહેબે પ્રેક્ષકોને બેસવા માટે આરામદાયક સ્ટેડિયમ બનાવી આપ્યું તથા ગામના અને પરગામના સખીદાતાઓના સહકારથી એક ચેન્જીગ રૂમ બનાવ્યો હતો. અને આજે બીજો ચેન્જીગ રૂમ વિદેશમાં વસતા એક સખીદાતા કે જેમને પોતાનું નામ નહિ લેવાની શરતે બનાવી આપવાનું જણાવતા સદર ચેન્જીગ રૂમ નો પાયાવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદેશથી પધારેલા મહેમાનો, નામાંકિત વ્યક્તિઓ અને ગામના આગેવાનો તથા ક્રિકેટ રસિકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન વન એન્ડ ઓન્લી અબ્દુલ્લાહ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું.


























ગામ ટંકારીઆ કે જે શૈક્ષણિક ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. હાલમાંજ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ફરહીન સલીમ પટેલ ની ડબલ ગોલ્ડ મેડલ ની શાહી સુકાઈ નથી ત્યાં શૈક્ષણિક ક્ષેત્રે વધુ એક ગૌરવવંતુ સ્થાન ફરહીન ઝાકીર મુન્શી એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી માંથી એમ.એસ.સી. મેથેમેટિક્સ વિભાગમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ટંકારીઆ ગામનું તથા સમાજનું નામ રોશન કર્યું છે. તેણીનીએ પ્રથમ એન. એમ. શાહ ગોલ્ડ મેડલ પ્યોર મેથેમેટિક્સમાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવવાનો તથા દ્વિતીય પ્રોફેસર ડો. એ.પી. વર્મા ગોલ્ડ મેડલ એમ.એસ.સી. મેથેમેટિક્સ ડિગ્રીમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરવા માટે મળ્યો છે.
આ સિદ્ધિ હાસિલ કરી તેણીએ તેના માવતરનું, ગામ ટંકારિયાનું તથા સમગ્ર વહોરા પટેલ સમાજનું નામ રોશન કર્યું છે. દુઆ છે કે અલ્લાહ તેણીને હજૂ વધારે સફળતાના શિખરો સર કરાવે અને દિકરીને સમગ્ર માનવજાત અને દેશ માટે ઉત્તમ નાગરિક બનાવે એવી દિલી દુઆ છે.




