ટંકારિયા તથા સમગ્ર પંથકમાં મેઘ વર્ષા  એકદમ રહેમથી થઇ રહી છે. લગભગ રાત્રી ના 4 વાગ્યાથી વરસાદ વરસવાનું ચાલુ થયું છે અને સાંજના હમણાં  5 વાગ્યા સુધી પણ સતત ચાલુજ છે. અને બંધ થવાનું નામ જ નથી લેતો. વાતાવરણ પણ એકદમ ઠંડુ થઇ ગયું છે. ખેડૂત મિત્રો નું કહેવું છે કે આ વરસાદ ખેતીલાયક ગણાય. સતત વરસતા વરસાદ ને પગલે ગામની  ની ચોતરફ પાણી નો પણ ભરાવો થયો છે. જે આ વખતે પ્રથમ વાર જ પાણી ભરાયાના બનાવ બન્યા છે.
આ વરસાદ ને પગલે ચાય ની ચૂસકી લેવાનું કોઈ ચુકતા નથી જેથી ચાય ની દુકાન વારાઓને પણ તડકો પડ્યો છે.

IMG_3917 CIMG2147 CIMG2148 IMG_3916

ગઈ કાલ રાત્રીનો વરસાદ કડાકા ભડાકા સાથે પડ્યો અને હમણાં પણ બપોર નો ચાલુ છે. અલ્હામ્ડો લીલ્લાહ એકદમ રહેમ નો જ વરસાદ પડે  છે. ગત રાત્રી એ  તો વિજ રાની મધ્ય રાત્રી સુધી રિસાય ગયા હતાં રાત્રે બે વાગ્યે વીજળી એ દર્શન દીધા હતા. ભાઈ ભાદરવો ચાલુ થઇ ગયો હોઈ વરસાદ નું પાણી પણ એકદમ ઠંડુ પડે છે. એટલે મચ્છર ના ત્રાસ નું તો પૂછવાનું જ ના હોય? બાકી તો બધું સમુસુતરું છે. ગંદકી પણ પંચાયત દ્વારા ઉઠાવી લેવાઈ હોય ગામ લોકો પંચાયત નો આભાર મને છે.

In Tankaria, rain fell from yesterday night onwards with Kadaka and Bhadaka! And today, from afternoon, again it started. Yesterday, the electricity power supply was off until 2 am. Panchang month Bhadarva has started and, in this month, the rain water is too cold. The breeding ratio of mosquitoes is too high in this season. Everything else is fine. People says thanks to Panchayat for cleaning the garbage from around Tankaria.