ટંકારીઆના તબીબી ક્ષેત્રના ગૌરવમાં વધુ એક સુવર્ણ પીછું ઉમેરાયું

ડૉ. ફિરદૌશબાનું યાકુબ પટેલે M.D. (Forensic Medicine)ની ઉચ્ચ ઉપાધિ મેળવી

મૂળ ટંકારીઆના સુલેમાનભાઈ અને મુસ્તાકભાઇના સગા ભાઈ અને હાલ અમદાવાદ ખાતે સ્થાયી જનાબ યાકુબ અહમદ પટેલ [રખડા] (તેઓ બાબુભાઈના હુલામણા નામથી ઓળખાય છે. ) ની સુપુત્રી ડૉ. ફિરદૌશબાનું યાકુબ પટેલે તબીબી ક્ષેત્રે નોંધપાત્ર અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી સમગ્ર ટંકારીઆ ગામનું નામ રોશન કર્યું છે.

ડૉ. ફિરદૌશબાનુએ ચીનમાંથી M.B.B.S. ની ડિગ્રી સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા બાદ, તાજેતરમાં Government Medical College, Suratમાંથી M.D. (Forensic Medicine) જેવી ઉચ્ચ અને વિશિષ્ટ તબીબી ઉપાધિ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

તેમની આ શૈક્ષણિક સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ટંકારીઆ ગામ માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે. સતત મહેનત, અડગ લગન અને ઉચ્ચ શિક્ષણ પ્રત્યેના સમર્પણથી ડૉ. ફિરદૌશબાનુએ સાબિત કર્યું છે કે ટંકારીઆની દીકરીઓ પણ તબીબી અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ બનાવી શકે છે.

તેમની આ નોંધપાત્ર સફળતા ગામની અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણાનો દીપ બની રહેશે અને તેમને ઉચ્ચ શિક્ષણ તથા પોતાના સપનાઓને સાકાર કરવા માટે નવી ઊર્જા આપશે.

સમસ્ત ટંકારીઆના ગ્રામજનો વતી ડૉ. ફિરદૌશબાનું યાકુબ પટેલને આ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ બદલ હાર્દિક મુબારકબાદ પાઠવીએ છીએ.

અલ્લાહ પાકથી દિલી દુઆ છે કે તેઓ ડૉ. ફિરદૌશબાનુને જીવનના દરેક ક્ષેત્રમાં દિન-પ્રતિદિન વધુને વધુ તરક્કી, કામયાબી, અને સેવા કરવાની શક્તિ અતા ફરમાવે તથા તેઓ પોતાના પરિવાર, સમાજ અને વતન ટંકારીઆ તથા અમદાવાદનું નામ દેશ-વિદેશમાં વધુ ને વધુ રોશન કરે.

શુભેચ્છક:
સમસ્ત ટંકારીઆના ગ્રામજનો

The entire village of Tankaria is filled with immense joy and pride upon hearing the news of the brilliant success achieved in the medical field by  Dr. Firdousbanu Yakub Patel—the daughter of Janab Yakub Ahmed Patel [Rakhda] (brother of Suleman and Mustak Rakhda), originally from Tankaria and currently settled in Ahmedabad, who is affectionately known as “Babubhai” in our village.

After obtaining your M.B.B.S. degree from China, you have recently successfully completed your M.D. [Forensic Medicine] degree from the Government Medical College, Surat. This high achievement is a moment of utmost pride not only for her family but for the entire Tankaria village. Your hard work and dedication will surely serve as an inspiration for other daughters of our village.

On behalf of the entire Tankaria village, we extend our heartiest congratulations to you on this historic success.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*