એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ એન્ડ એમ.એ. એમ. હાઈસ્કૂલ, ટંકારીયાના બાળકોનો કરાટે ચેમ્પિયનશીપ – ૨૦૨૬ માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વડોદરા ખાતે ભવ્ય વિજય મેળવવા બદલ ઈનામ વિતરણ કાર્યક્રમ…..
એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ એન્ડ એમ.એ. એમ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૬-૨૭ માં અત્રેની શાળાના બાળકોનો કરાટે ચેમ્પિયનશીપ-૨૦૨૬ માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વડોદરા ખાતે ૧૬ ઓગષ્ટ ૨૦૨૬ ને રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્રેની શાળાના બાળકોનો ભવ્ય વિજય થયો હતો. બાળકોની ઝળહળતી સિદ્ધિ મેળવવા બદલ આજ રોજ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળાના મદની હોલમાં ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યુ.એસ.એ. થી પધારેલ સંસ્થાના ભૂતપૂર્વ સેક્રેટરી શબ્બીરભાઈ ભીમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહેમાનોમાં મો.અબ્દુરરઝ્ઝાક સાહેબ, યાકુબભાઈ બોડા. નાસીરભાઈ લોટીયા, ઝાકીરભાઈ ઉમટા, મુસ્તાકભાઇ રખડા, રફીકભાઈ ઇપલી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકમની શરૂઆત મો.અબ્દુરરઝ્ઝાક સાહેબે તીલાવતે કુરઆનપાકથી કરી અને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી ત્યારબાદ બાળકોને મેળવેલ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા.મુખ્ય મહેમાન શબ્બીરભાઈ ધ્વારા બાળકોને પોતાના જીવનમાં આમજ આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. નાસીરભાઈ લોટીયાએ પોતાના પ્રવચનમાં બાળકોની આ સિદ્ધિ બદલ બિરદાવ્યા, ઝાકીરભાઈ ઉમટાએ પોતના પ્રવચનમાં બાળકોને શિક્ષણ સાથે સ્વાસ્થ્યનું મહત્વ પણ સમજાવ્યું, અંતે શાળાના આચર્યશ્રીએ હાજરજનનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતી કરી.

TANKARIA WEATHER