વાલી સંમેલન સાથે યોજાયું ભવ્ય વિજ્ઞાન પ્રદર્શન

ટંકારીઆની બ્રાન્ચ કુમારશાળા ખાતે વાલી સંમેલન સાથે ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી સરપંચશ્રી સફવાનભાઈ તથા SMCના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન આધારિત કૃતિઓ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે મેહબૂબભાઈ ગુજિયા તથા આરિફભાઈ ગુજિયા દ્વારા શાળાને પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું દાન કરવામાં આવ્યું હતું. આ ઉમદા સેવાકાર્ય બદલ શાળા પરિવાર દ્વારા બંને દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યુ આ પ્લાન્ટ વિદ્યાર્થીઓને સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં ઉપયોગી બનશે.
વાલી સંમેલન દરમિયાન વાલીઓ અને શિક્ષકો વચ્ચે વિદ્યાર્થીઓના અભ્યાસ, શૈક્ષણિક પ્રગતિ તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય અંગે સકારાત્મક સંવાદ અને ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા અને વાલીઓ સાથે મળીને કાર્ય કરે તે અંગે પણ ચર્ચા થઈ હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રીના માર્ગદર્શન, શિક્ષકમિત્રોની અથાગ મહેનત તથા વાલીઓના અમૂલ્ય સહકારનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાળા માટે ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી બની રહ્યો હતો.

A grand science exhibition was organized at the Tankaria branch Kumarshala along with a parents’ meeting. On this occasion, Deputy Sarpanch Shri Safwanbhai and members of the SMC were specially present. The students presented various science-based projects, beautifully demonstrating their creativity and scientific approach. On this occasion, a water purification plant was donated to the school by Mehboobbhai Gujia and Arifbhai Gujia. In recognition of this noble act of service, the school family expressed heartfelt gratitude to both donors and honored them. This plant will be useful in providing students with clean and pure drinking water. 

During the parent meeting, positive communication and discussions were held between parents and teachers regarding students’ studies, academic progress, and their bright future. Discussions were also held on how the school and parents can work together for the overall development of the students.

The principal’s guidance, the tireless efforts of the teachers, and the invaluable cooperation of the parents played an important role in making the program successful. The entire program proved to be a matter of pride and inspiration for the school.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*